ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર શેન વોર્નનું નિધન

GUJARAT social

શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં શોક
52 વર્ષની ઉંમરે દિગ્ગજ ક્રિકેટરે લીધા અંતિમશ્વાસ

હાર્ટ એેટેકના કારણે થયું શેન વોર્નનું નિધન

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું ‘શંકાસ્પદ હાર્ટ એટેક’ના કારણે 52 વર્ષની વયે અવસાન થયું છે. શેન વોર્ન થાઈલેન્ડમાં હાજર હતો. મળતી માહિતી મુજબ, શેન વોર્ન તેના વિલામાં હાજર હતો, અને તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

હાલમાં જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્ન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. આ સીરીઝમાં શેન વોર્નની કારકિર્દી અને તેના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો બતાવવામાં આવી છે. આ દરમિયાન શેન વોર્ને તેની પત્ની સાથે છૂટાછેડા વિશે વાત કરી અને સંપૂર્ણ રીતે સ્વીકાર્યું કે તેમાં તેની ભૂલ હતી.

 

શેન વોર્નના કહેવા પ્રમાણે, જ્યારે તેની પત્નીને તેના અફેરની ખબર પડી અને વાત છૂટાછેડા સુધી પહોંચી ત્યારે તે હોટલના રૂમમાં એકલો રડી રહ્યો હતો. વર્ષ 2005માં આ ઘટના બની હતી, જ્યારે શેન વોર્ન એશિઝ શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો.

તે સમયે એવા અહેવાલો આવ્યા હતા કે શેન વોર્નનું ઈંગ્લેન્ડમાં જ અફેર હતું, જેમાં એક વિદ્યાર્થી લૌરા સેયર્સ અને બીજી કેરી કોલીમોર નામની મહિલા હતી. ડોક્યુમેન્ટ્રીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે તેની પત્ની સિમોન કાલાહાનને આ વાતની જાણ થઈ ત્યારે તે ઓસ્ટ્રેલિયા પરત ચાલી ગઈ હતી.

શેન વોર્ને ડોક્યુમેન્ટ્રીમાં કહ્યું કે તે તેની સૌથી ઓછી ક્ષણ હતી, હું હોટલના રૂમમાં એકલો રડી રહ્યો હતો. શેન વોર્ન અને સિમોન કાલાહાનના દસ વર્ષના લગ્નજીવનનો આ ઘટસ્ફોટ પછી અંત આવ્યો. શેન વોર્નની કારકિર્દી દરમિયાન તેનું નામ ઘણી મહિલાઓ સાથે જોડાયું હતું.

વર્ષ 2013માં શેન વોર્નનું નામ હોલીવુડ સ્ટાર લિઝ હર્લી સાથે પણ જોડાયું હતું, બંનેએ સગાઈ કરી લીધી હતી પરંતુ વાત આગળ વધી શકી ન હતી. 52 વર્ષીય શેન વોર્ન હાલમાં સિંગલ છે.

તમને જણાવી દઈએ કે શેન વોર્નની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાં થાય છે. તેની પાસે ટેસ્ટમાં 708 વિકેટ છે, જે મુથૈયા મુરલીધરન પછી સૌથી વધુ છે. આ સાથે શેન વોર્ને વનડેમાં 293 વિકેટ પણ પોતાના નામે કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.