અત્યંત સ્વરૂપવાન મહિલાને ફોન આવ્યો કે, મારી સાથે સેક્સી વાતો નહી કરે તો જાનથી મારી નાખીશ

GUJARAT

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતા અત્યંત સ્વરૂપવાન યુવતીને પોતાના સ્વરૂપનો ખુબ જ કડવો અનુભવ થયો છે. આ મહિલા સ્વરૂપવાન હોવાના કારણે તે વારંવાર પુરૂષોની ખરાબ નજરનો ભોગ તો બનતી જ હતી. આ ઉપરાંત ઘણી જગ્યાએ તેને સમસ્યા થતી હતી. જેને તે નજર અંદાજ કરીને પોતાનું જીવન ગુજારતી હતી.

પરિણીતાનો પતિ જેવો ઘરની બહાર જાય કે તરત જ કોઈ અજાણ્યા નંબર પરથી તેના પર ફોન આવવા લાગ્યા હતા. ફોનમાં સામે રહેલી વ્યક્તિ તેની સાથે અશ્લીલ વાતો કરવા લાગતો હતો. આવુ જ્યારે રોજે રોજ બનવા લાગ્યું તો મહિલાએ ગુસ્સે થઇને ફોન કરનાર વ્યક્તિને ધમકાવ્યો હતો. જેથી ફોન કરનાર વ્યક્તિએ પરિણીતાને જો મારી સાતે વાત નહી કરે તો મારી નાખવાની ધમકી આપતા પરણીતા ગભરાઇ ગઇ હતી. આખરે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસના અનુસાર શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી નીતા (નામ બદલ્યું છે) ખૂબ જ સ્વરૂપવાન હોવાથી ઘણી વખત અજાણ્યા લોકો તેની સામે ઈશારા કરીને પરેશાન કરતા રહેતા હતા. જો કે તે આવા લોકોને નજર અંદાજ કરીને પોતાના પરિવાર સાથે રહેતી હતી.

પરંતુ થોડા દિવસ અગાઉ નીતા ઘરે એકલી હતી ત્યારે અચાનક મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. સામેથી વાત કરનાર નીતા સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો. નીતાએ ગભરાઈને ફોન કાપી નાખ્યો પણ આ નંબરથી વારંવાર ફોન આવવા લાગ્યો અને તે પરેશાન થવા લાગી હતી. યુવકે પરેશાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું.

નીતા આ યુવકને આવી રીતે વાત ન કરવા સમજાવ્યો તો સામે વાળા વ્યક્તિએ નીતાને ધમકી આપી કે, જો તું વાત નહિ કરે તો હું તને જાનથી મારી નાખીશ. આ તમામ ઘટના નીતાનો પતિ ઘરમાં ન હોય તે સમયે બનતી હતી. જેથી ગભરાઈને હવે નીતાએ આ વાત તેના પતિને કરી હતી ત્યાર બાદ તેના પતિએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ધાર કર્યો હતો. હાલ તો પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.