બુદ્ધિ, પૈસા, તર્ક, સંવાદ, વેપારનો કારક ગ્રહ બુધ આજે અસ્ત થયો છે. બુધ ગ્રહ શનિની રાશિ કુંભ રાશિમાં અસ્ત થયો છે. જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ પણ ગ્રહનું અસ્ત થવુ સારું માનવામાં આવતું નથી. પરંતુ અસ્ત ગ્રહ પણ કેટલીકવાર કેટલાક લોકોનું નસીબ ચમકાવે છે. આ વખતે બુધ ગ્રહ 6 રાશિના લોકો પર કૃપા કરશે અને તેમને ઘણી ખુશીઓ આપશે.
વૃષભ રાશિ, મિથુન રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, મકર રાશિને કરાવશે લાભ. બુધ ખોલશે નશીબના દરવાજા લાવશે બેશુમાર ધન-દૌલત.
વૃષભ રાશિ
બુધના અસ્ત થવાથી વૃષભ રાશિના લોકોને નોકરીમાં પ્રગતિ થશે. કેટલાક જાતકોને નવી નોકરી મળશે. આવકમાં વધારો થશે. ભૌતિક સુખમાં વધારો થશે.
મિથુન રાશિ
મિથુન રાશિમાં સ્થિત બુધ પરિવારમાં ઘણી ખુશીઓ લાવશે. કરિયર માટે પણ સમય સારો રહેશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળવાની સંભાવના છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે બુધનો અસ્ત થવાથી નવી નોકરી મળી શકે છે. પૈસા મળવાની પ્રબળ શક્યતાઓ છે. રાજકારણમાં સક્રિય લોકોને વિશેષ લાભ મળી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને બુધનો અસ્તનો સમયગાળો નોકરીમાં પ્રગતિ કરાવશે. નાણાકીય લાભ પણ થઈ શકે છે.
તુલા રાશિ
અસ્ત બુધ તુલા રાશિના લોકોને મજબૂત આત્મવિશ્વાસ અને પ્રગતિ આપશે. તમને કાર્યમાં સફળતા મળશે. પરિવારમાં ખુશીઓ આવશે. ભૌતિક સુખોમાં વધારો થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકોને અસ્ત બુધ કાર્યસ્થળમાં ફેરફારો મળશે, પરંતુ આ પરિવર્તન સકારાત્મક રહેશે અને ભવિષ્યમાં લાભ લાવશે. કામની પ્રશંસા થશે. સુખમાં વધારો થશે.