પાકિસ્તાનના રેલવે મંત્રીની ગંદી હરકતો આજકાલ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાનની સોશિયલ મીડિયા સ્ટાર હરીમ શાહે ઈમરાન ખાન સરકારના રેલવે મંત્રી પર આરોપ લગાવ્યો છે કે, રેલવે મંત્રી તેને અશ્લીલ વીડિયો મોકલતા હતાં. જાહેર છે કે, પાકિસ્તાનના રેલવે મંત્રી પોતાના વિવાદીત નિવેદનો અને ભારતને યુદ્ધની ધમકીઓ આપવાને લઈને સતત ચર્ચાના કેન્દ્રમાં રહે છે.
પાકિસ્તાનની સોશિયલ મીડિયા સ્ટાર હરીમ શાહે રેલવે મંત્રી શેખ રશીદ પર આરોપ લગાવ્યો છે કે, મંત્રી તેમને અશ્લીલ વીડિયો મોકલતા હતાં. હરીમ શાહે તો શેખ રશીદ સાથેહ થયેલા વીડિયો કોલની એક ફૂટેજ પણ જાહેર કરી દીધા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજમાં ટિકટોક સ્ટાર હરીમ રેલવે મંત્રી શેખ રશીદ સાથે વીડિયો કોલ પર વાતચીત કરતી નજરે પડે છે. વીડિયોમાં તે એમ કહે છે કે, મેં હજી સુધી તમારા કોઈ જ રહસ્યો જાહેર નથી કર્યા તો પછી તમે મારી સાથે વાત કેમ નથી કરતા.
જવાબમાં રેલવે મંત્રી રશીદ કહે છે કે, તમારે જ કરવુ હોય તે કરો. તો હરીમા શેખ રશીદને કહે છે કે, તમારો કહેવાનો શું મતલબ છે… તમારા એ ન્યૂડ વીડિયો કોલનું શું જે તમે મને મોકલતા હતાં, શું તમે આ બધુ ભુલી જશો? જ્યારે હરીમ શેખ રશીદ સાથે આ વાતો કરી રહી હોય છે ત્યારે તે અધવચ્ચે જ વીડિયો કોલ કાપી નાખે છે. જોકે હજી સુધી આ વીડિયોની સત્યતા હજી સુધી થઈ શકી નથી.
જોકે હરીમ શાહે બાદમાં ટ્વિટ ડિલીટ કરી દીધુ હતું અને પોતાના એકાઉન્ટ પરથી એક વીડિયો મેસેજ શેર કરીને કહ્યું હતું કે, કોઈને બદનામ કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. જે લોકો મારી પાછળ પડ્યા છે તે લોકો મહેરબાની કરીને મની બક્ષે. મારી પાસે અનેક એવા સારા કામ છે જે કરવા યોગ્ય છે.
આ વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં #Hareemshah હેશટેક ટ્રેંડ કરવા લાગ્યુ હતું. સોશિયલ મીડિયામાં પણ આ મામલે ચર્ચા છેડાઈ છે. રેલવે મંત્રી પર ચારેકોરથી માછલા ધોવાઈ રહ્યાં છે.