અરે બાપરે… આ સિંગર મારતો હતો તેની પત્નીને માર, થઇ ધરપકડ, પત્નીએ જોઇ લીધા હતા એવા મેસેજ કે…

GUJARAT

લોકપ્રિય ગાયક જગવિંદરસિંહ ધાલીવાલ ઉર્ફે જુગ્ગી ડીના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર છે. ગયા મંગળવારે જુગ્ગી ડીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની કાર્યવાહી બ્રિટિશ-ભારતીય પત્ની કિરણ સંધીની ફરિયાદના આધારે સિંગર સામે કરી છે. તેની પત્નીએ જગ્ગી સામે ઘરેલું હિંસાનાં આક્ષેપો કર્યા હતા.

રિપોર્ટ મુજબ, જગ્ગીના નજીકના સુત્રએ માહિતી આપી છે કે કિરણ થોડા સમય માટે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કિરણે લગ્નના 11 વર્ષ પછી અલગ થવાનું નક્કી કર્યું છે. કિરણ અને જુગ્ગી ત્રણ બાળકોના માતા-પિતા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુગ્ગી તાજેતરમાં જ નવી દિલ્હીની ક્લેરિયસ હોટલમાં રોકાયો હતો અને ડ્રગ્સ પણ લીધો હતો. ત્યારબાદ તેમના લગ્નની 11 મી વર્ષગાંઠ પર પત્ની કિરણ સંધીને સરપ્રાઇઝ આપવા લંડન જવા રવાના થયો. સિંગર લંડન પહોંચ્યો ત્યારે તેની પત્નીએ વાતચીતમાં તેનો ફોન ચેક કર્યો અને કેટલાક આપત્તિજનક મેસેજ વાંચ્યા પછી બંને વચ્ચે ઝઘડો શરૂ થયો. બંનેની લડાઇ એટલી વધી ગઈ કે જુગ્ગીએ તેની પત્નીને માર મારવાનું શરૂ કરી દીધું. બાદમાં પત્ની કિરણ મદદ માટે લંડન પોલીસને બોલાવે છે. ઘરેલુ હિંસાના આરોપસર પોલીસે સિંગરની ધરપકડ કરી.

અહેવાલો અનુસાર કિરણે જુગ્ગીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. જેમાં એક વ્યક્તિનું નામ ‘ગુરુ ભારત’ હતું અને બંને મુંબઇ-દિલ્હીમાં ડ્રગ્સ લેવાની અને એસ્કોર્ટ્સ ભાડે લેવાની વાત કરી રહ્યા હતા. જો કે હવે આ પોસ્ટને જુગ્ગીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હટાવી દેવામાં આવી છે. બીજી તરફ, સિંગરે હવે આ સમગ્ર મામલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે ગુરુ રંધાવા અને નવજોત સિંહ વિશે કહ્યું છે કે મારી ભૂલોમાં આ બંનેની કોઈ જ સંડોવણી નથી.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા, મંગળવારે જુગ્ગીએ તેની પત્નીને તેમની વર્ષગાંઠ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી અને તેના લગ્નના ઘણા ફોટા પણ શેર કર્યા હતા. તેણે કેપ્શનમાં લખ્યું- ‘અમે બંને 11 વર્ષ માટે સાથે છીએ, અમારા 3 સુંદર બાળકો છે. હું તેમને ખુબ જ પ્રેમ કરું છું તમે એક અદ્ભુત વ્યક્તિની સાથે-સાથે શાનદાર પત્ની, માતા અને મારી શ્રેષ્ઠ મિત્ર છે. મારા જીવનને ખૂબ સુંદર બનાવવા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published.