એપ્રિલની શરૂઆત ખાસ રાશિઓને કરાવશે મોટો ફાયદો, જાણો તમારી રાશિ

Uncategorized

જ્યોતિષના આધારે ગ્રહ અને નક્ષત્રોના દૃષ્ટિકોણથી એપ્રિલનો મહિનો ખાસ બની શકે છે. આ મહિનામાં અનેક ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ સિવાય નક્ષત્રોનું પણ પરિવર્તન થશે. ગ્રહ નક્ષત્રોનું પરિવર્તન કેટલીક રાશિઓ પર ખાસ પ્રભાવ પાડી શકે છે. તેમની સ્થિતિના અનુસાર કેટલીક રાશિઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો જાણો કઈ રાશિના લોકોની આર્થિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને સાથે જ અપાર લાભની શક્યતાઓ પણ બની રહે છે.

એપ્રિલ 2022માં ગ્રહોનો ગોચર
જ્યોતિષના આધારે 7 એપ્રિલે મંગળનો કુંભ રાશિમાં ગોચર થશે. તેના 1 દિવસ બાદ એટલે કે 8 એપ્રિલે બુધનો મેષ રાશિમાં પ્રવેશ થશે. આ પછી 12 એપ્રિલથી રાહુ-કેતુ ઉલ્ટી ચાલ ચાલશે. રાહુ મેષ રાશિમાં જ્યારે કેતુ તુલા રાશિમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલે બૃહસ્પતિ મીન રાશિમાં ગોચર કરશે. 14 એપ્રિલે સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ કરશે. 27 એપ્રિલે બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાના અંતમાં 29 એપ્રિલે શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે.

આ રાશિઓને થશે મોટો ફાયદો

મિથુન
એપ્રિલનો મહિનો મિથુન રાશિને માટે લાભદાયી રહી શકે છે. આ રાશિમાં શનિની ઠેય્યાનો પ્રભાવ રહેશે. જો કે શનિના રાશિ પરિવર્તનની સાથે આ રાશિના લોકોને માટે શનિની ઢૈય્યામાંથી રાહત મળી શકે છે. જેના કારણે આ મહિનામાં રોકાયેલા તમામ કામ પૂરા થશે. કોઈ નવા સમાચાર સાંભળવા મળી શકે છે. આર્થિક સ્થિતિમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. આ સિવાય લગ્નમાં જો કોઈ બાધા આવી રહી છે તો દૂર થશે.

કન્યા
એપ્રિલનો મહિનો કન્યા રાશિથી સંબંધ રાખનારા માટે લાભદાયી રહેશે. નોકરીમાં પરિવર્તનનો વિશેષ યોગ છે. સરકારી નોકરી કરતા જાતકોનું સ્થાન પરિવર્તન શક્ય બની શકે છે. ઓફિસમાં માન સમ્માન વધશે. આવકના નવા સોર્સ બનશે. આ સિવાય નોકરીમાં પણ પ્રગતિના યોગ બની રહ્યા છે. ઘરમાં ખુશીનો માહોલ આવે તેવી શક્યતા છે.

મકર
આ સમયે મકર રાશિમાં શનિની સ્થિતિ બની રહેશે. 29 એપ્રિલે શનિદેવ મકરથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનથી આર્થિક સ્થિતિ સુદ્ઢ બનશે. આ સાથે નવા મહિને ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં નવા અને લાભદાયી અવસર મળશે. ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *