એપ્રિલમાં શનિશ્ચરી અમાસે થશે વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ, જાણો અસર

GUJARAT

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલે થશે. જો કે ભારતમાં આ સૂર્યગ્રહણ આંશિક રહેશે. વૈદિક પંચાંગ અનુસાર વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ એટલે કે વૈશાખ મહિનાની અમાસે થશે. શનિવારે અમાસનો દિવસ હોવાથી શનિશ્ચરી અમાવસ્યા યોગ રચાઈ રહ્યો છે. જે જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કયા સમયે શરૂ થશે સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણ મધ્યરાત્રે 12:15 વાગ્યે શરૂ થશે અને સવારે 4:8 વાગ્યા સુધી ચાલશે. તેમજ ગ્રહણ મેષ રાશિમાં થશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહી જેને કારણે સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. જ્યોતિષના મતે સૂર્યગ્રહણની અસર કેટલીક રાશિઓ પર શુભ રહેશે. જેના કારણે આ રાશિના લોકોને દરેક કામમાં સફળતા મળશે.

વૃષભ રાશિ
આ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આ ગ્રહણથી તમારી આર્થિક બાજુ મજબૂત થશે. કરિયરમાં સફળતા મળવાની તકો રહેશે. આ સાથે અધૂરા કામ પૂર્ણ થશે. વેપારમાં રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે.

કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને આ ગ્રહણની અસરથી અપેક્ષિત સફળતા મળી શકે છે. કાર્યસ્થળમાં તમને માન-સન્માન મળશે. કાર્યશૈલી સુધરશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. આ સમયે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.

તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ શુભ રહેશે. આ સમય દરમિયાન તમને વેપારમાં નફો થશે. વેપારમાં રોકાણ માટે સમય સાનુકૂળ છે. લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે. વિદેશ સાથે જોડાયેલા વેપારીઓને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *