એપ્રિલમાં બેસશે રાજ પંચક, શનિ સાથે કનેક્શન હોવાથી રહેશે ખાસ

Uncategorized

ભારતીય જ્યોતિષમાં તિથિ, કરણ, યોગ, વાર અને નક્ષત્રની વિશેષ ભૂમિકા છે. આ બધાને જોડીને મુહૂર્ત બનાવવામાં આવે છે. કેટલાક મુહૂર્તો શુભ માનવામાં આવે છે, જેમાં તમામ પ્રકારના કામ કરવામાં આવે છે, જ્યારે કેટલાક મુહૂર્ત અશુભની શ્રેણીમાં આવે છે. સનાતન ધર્મ અનુસાર કોઈપણ શુભ કાર્ય શુભ સમય અને મુહૂર્ત જોઈને કરવામાં આવે છે, જેથી તે કાર્ય હંમેશા સફળ થાય છે અને તેમાં વૃદ્ધિ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ કાર્ય અશુભ સમયમાં અથવા મુહૂર્ત જોયા વગર કરવામાં આવે તો તેમાં સફળતા મળતી નથી. હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં પંચક કાળને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પંચક અવધિ અવશ્ય પાળવામાં આવે છે કારણ કે શુભ કાર્ય કરવાની સખત મનાઈ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચકને અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન કેટલાક એવા ખાસ કાર્યો છે જેને કરવા વર્જિત માનવામાં આવે છે. એપ્રિલ મહિનાની વાત કરીએ તો આગામી 25મીથી પંચક શરૂ થઈ રહ્યું છે અને 29મી એપ્રિલ સુધી ચાલશે.

પંચક ક્યારે થાય છે?
જ્યારે ચંદ્ર શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને રેવતી નક્ષત્રોમાં સંક્રમણ કરતો હોય ત્યારે પંચક સ્થિતિ ઊભી થાય છે. જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે, ત્યારે પણ ‘પંચક’ થાય છે. જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં ગોચરમાં હોય ત્યારે આ સમય પંચકનો માનવામાં આવે છે. પંચકનો સમયગાળો પાંચ દિવસનો હોય છે. તેથી તેને પંચક કહેવામાં આવે છે.

આ વખતનું પંચક શુભ
આ વર્ષનું પંચક સોમવારથી શરૂ થઈ રહ્યું છે. તેથી જ રાજ પંચક કહેવામાં આવે છે. ધર્મ અને જ્યોતિષની દૃષ્ટિએ રાજ પંચકને શુભ માનવામાં આવે છે. રાજ પંચકમાં પણ શુભ કાર્ય થઈ શકે છે. જો તમે આ પંચક દરમિયાન પ્રોપર્ટી સંબંધિત કામ કરવા માંગો છો તો તે શુભ માનવામાં આવે છે.

શનિએ રાજ પંચકને મહત્ત્વપૂર્ણ બનાવ્યું
આ વખતે પંચક સોમવાર, 25 એપ્રિલ 2022 ના રોજ, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની દસમે થશે, જે 29 એપ્રિલ 2022, શુક્રવાર સુધી ચાલશે. અઢી વર્ષ બાદ 29મી એપ્રિલે શનિ રાશિ પરિવર્તન કરશે. 29 એપ્રિલે શનિ મકર રાશિમાંથી બહાર નીકળીને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. આવી સ્થિતિમાં આ પંચક વધુ મહત્ત્વપૂર્ણ બની ગયુ છે.

Leave a Reply

Your email address will not be published.