અંતરિક્ષથી આવ્યા માઠા સમાચાર, NASAના એન્જિનિયરોમાં હડકંપ

WORLD

અંતરિક્ષમાં ધરતીની આંખ કહેવાતો હબલ ટેલીસ્કોપ વધુ એક વખત ઓફલાઇન થઇ ગયો છે. હબલ ટેલીસ્કોપ ગત એક અઠવાડિયાથી સેફ મોડમાં છે. Hubble Space Telescope માં અડચણ આવ્યા બાદ તેના ઉપકરણોને બંધ કરી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના એન્જિનિયર સતત તેને સમજવાની કોશિશ કરી રહ્યા છે કે હબલ ટેલીસ્કોપમાં આવેલ અડચણનું કારણ શું છે.

નાસાના પ્રવક્તાએ કહ્યું કે, હાલ તપાસ શરૂઆતના સ્તરે છે માટે હજુ તે કહેવું મુશ્કેલ છે કે, ખરાબીનું કારણ શું છે. એન્જિનિયરો આ ખરાબીને ક્યાં સુધીમાં દૂર કરશે અને તે ક્યારે કામ કરસે, એ કહેવું મુશ્કેલ છે.

હબલ અંતરિક્ષમાં સૌથી શક્તિશાળી ટેલીસ્કોપ છે અને તેને 30 વર્ષ સુધી અંતરિક્ષમાં રહીને અસંખ્ય શોધ કરી છે. તેની આખી સિસ્ટમને વર્ષ 2009માં છેલ્લી વખત બદલવામાં આવી હતી. નાસાના પ્રવક્તાએ કહ્યું હતું કે, કોમ્પ્યુટરમાં 4 મેમરી મોડ્યૂલ છે પરંતુ માત્ર એકની જ જરૂર છે.

1990માં લોન્ચ કર્યું

વર્ષ 1990ના એપ્રિલ મહિનામાં હબલ ટેલીસ્કોપને લોન્ચ કરાયું હતું. ત્યારથી તે ઓર્બિંટમાં છે. લગભગ એક મહિના સુધી ત્યાં રહ્યા બાદ હબલે પ્રથમવાર 20 મે, 1990માં કામ કરવાનું શરૂ કર્યું હતું અને અંતરિક્ષથી આકાશના એક ભાગની તસવીર મોકલી હતી. હબલ ટેલીસ્કોપમાં આ વર્ષમાં ત્રીજી વખત આવી મુશ્કેલી આવી છે. આ પહેલા માર્ચમાં સોફ્ટવેર અપડેટ માટે ટેલીસ્કોપ 4 દિવસથી વધુ સમય માટે ઓફલાઇન મોડમાં રહ્યો હતો. જૂનમાં પણ મુશ્કેલી આવી હતી અને તે 5 અઠવાડિયા સુધી કામ કરી રહ્યો નહોતો.

Leave a Reply

Your email address will not be published.