રિલાયન્સ કેપિટલે શુક્રવારે જણાવ્યું કે 30 જૂન 2021એ સમાપ્ત થતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તેનું શુદ્ધ નુકસાન 1006 કરોડ રહ્યું છે. અનિલ અંબાણીએ રિલાયન્સ AGD ગ્રૃપના નાણાકીય એકમોએ શેર બજારને સૂચનામાં કહ્યું છે કે ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં 1095 કરોડ રૂપિયાનું શુદ્ધ નુકસાન થયું છે. ગત ત્રિમાસિકના આધાર પર જો કે તેને નુકસાન ઓછું થયું છે.
જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિકમાં તેનું શુદ્ધ નુકસાન 1649 કરોડ રૂપિયા હતું. રિલાયન્સ કેપિટલે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તેની આવક 4448 કરોડ રૂપિયા રહી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિકમાં 4287 કરોડ રૂપિયા હતી. કંપનીએ જણાવ્યું કે આ દરમિયાન તેનો ખર્ચ 5261 કરોડ રૂપિયા રહ્યો. ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તે 5249 કરોડ રૂપિયા રહ્યો હતો. હાલના મહિનાઓમાં અનિલ અંબાણીની કંપનીઓના શેરમાં ખુબ જ તેજી આવી છે.
કેટલી છે અનિલ અંબાણીની નેટવર્થ
ફોર્બ્સ ઈન્ડિયા 2007માં પ્રકાશિત રિપોર્ટ અનુસાર અનિલ અંબાણીની નેટવર્થ 45 બિલિયન ડોલર હતી અને તે સમયે તે દેશના ત્રીજા સૌથી મોટા અમીર હતા. તે સમયે તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીની નેટવર્થ 49 બિલિયન ડોલર હતી. આજે અનિલ અંબાણીની નેટવર્થ ઝીરો છે જ્યારે બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ મુકેશ અંબાણી 84.6 બિલિયન ડોલર નેટવર્થ સાથે એશિયાના પ્રથમ અને દુનિયાના 12મા સૌથી મોટા અમીર છે. અનિલ અંબાણી પર ફેબ્રુઆરી 2020 સુધી 30.5 કરોડ ડોલરનું દેવું હતું જ્યારે તેમની એસેટ ફક્ત 8.2 કરોડ ડોલર હતી.
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરીંગ સહિત ADAGની અનેક કંપનીઓ દેવાની ચૂકવણી કરવામાં નાકામ રહી જે બાદ બેંકોએ તેમને બેંકરપ્સી કોર્ટમાં ઢસડ્યા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશને ડિસેમ્બરમાં કહ્યું હતું કે તેના પર ભારતીય બેંકો અને નાણાકીય સંસ્થાનોના 26 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. હાલ આ કંપની ઈનસોલવન્સી પ્રોસિડિંગથી પસાર થઈ રહી છે. ભારતીય બેંકો, વેન્ડરો અને અન્ય ક્રેડિટર્સે કંપની પર 86 હજાર કરોડ રૂપિયા બાકી હોવાનો દાવો કર્યો છે. અનિલ અંબાણીની મોટી કંપનીઓમાં રિલાયન્સ કેપિટલ પર ડિસેમ્બર 2020 સુધી 20380 કરોડ રૂપિયા અને રિલાયન્સ હોમ ફાયનાન્સ પર 13 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું.