પ્રશ્ન: નમસ્તે સર, મારી ઉંમર 28 વર્ષ છે. મારે એક છોકરી સાથે લગ્ન કરવાં છે, તેની ઉંમર 25 વર્ષ છે. મને ઘણાં સમયથી તે ગમતી હતી, પણ તે મને સરખો રિસ્પોન્સ જ નહોતી આપતી. તેણે જણાવ્યું કે તેને માસિક નથી આવતું. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? મને તે ગમે છે જ, પણ આગળ જતાં બાળક નહીં થાય તેવો ભય પણ સતાવે છે.
જવાબ: તમે મેચ્યોર છો ભાઇ, આ અંગે તમારે જાતે જ નિર્ણય લેવો જોઇએ, પ્રેમ કર્યો હોય તો બીજી કોઇ જ સમસ્યા પ્રેમ આડે નહીં આવવા દઇએ એવી તમારા બંનેની માનસિકતા હોવી જોઇએ, જો મનથી તમે મજબૂત હો તો જ લગ્ન કરવાં, કારણ કે હાલ તમે લગ્નની હા કહો અને પછી તે છોકરીને સતત બાળક નહીં થવાનો અભાવ જતાવતા રહો તો તમે તે છોકરીને દુઃખી કરશો. તેણે તમને તેની હકીકત જણાવી દીધી છે. હાલ કેટલાંય એવાં કપલ છે જે બાળક દત્તક લેતાં હોય છે, તેથી બાળક પોતાનું જ હોવું જોઇએ એવી તમારી કે તમારા ઘરનાની માનસિકતા હોય તો લગ્ન ન કરશો. તમે તે છોકરી સાથે ગાયનેક પાસે જઇને તેને કેમ માસિક નથી આવતું તેની પૃચ્છા પણ કરી શકો છો, ચેકઅપ કરાવશો એટલે કારણ સામે આવશે.
પ્રશ્ન: નમસ્તે સર, મારા પતિ હમણાં વાઇબ્રેટર લઇ આવ્યા છે, અમે તેનાથી ખૂબ સારી રીતે શારીરિક સંબંધ માણી શકીએ છીએ, પણ તેનો ઉપયોગ કર્યો ત્યારથી મને વજાઇનામાં ચળ આવવા લાગી છે, મને કોઇ ઉપાય જણાવશો. શું આ વાઇબ્રેટથી થાય?
જવાબ: હા, ઘણી વાર વાઇબ્રેટરથી થાય, ઘણી વાર તે અંગોની સફાઇમાં કચાશ રહી જતી હોય તો પણ થાય. વાઇબ્રેટરનો વપરાશ કર્યાં બાદ તેને સરખું સાફ કરી લેવું. આંતરિક અંગોની સફાઇ પણ ચીવટપૂર્વક કરવી, આંતર્વસ્ત્રો સ્વચ્છ જ પહેરવાં. આટલું ધ્યાન રાખશો તો આગળથી આ સમસ્યા નહીં થાય, રહી વાત અત્યારની સમસ્યાની તો તે માટે ચેકઅપ કરાવી લેવું બહેતર રહેશે. એ સિવાય કડવા લીમડાને ગરમ પાણીમાં પલાળીને તે પાણીથી વજાઇનાની સફાઇ કરો.
પ્રશ્ન: મેં અને મારા બોયફ્રેન્ડે કારમાં શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારથી મારા ઢીંચણની એક નસ ખેંચાઇ ગઇ હોય એવું મને લાગે છે, કારણ કે તે સમયથી જ ઢીંચણમાં ખૂબ દુઃખાવો થાય છે. તે પહેલાં દુઃખાવો નહોતો થતો.
જવાબ: જગ્યા પ્રોપર ન હોય ત્યારે શારીરિક સંબંધ બાંધવાથી આવી સમસ્યા ઘણી વાર થઇ જતી હોય છે, જે જગ્યાએ દુઃખાવો થતો હોય ત્યાં પેઇન રિલીફ સ્પ્રે લગાવો, જો સ્પ્રે લગાવવાથી પણ દુઃખાવો ન મટે તો ડોક્ટરની પાસે જઈ બતાવવું જોઇએ.
પ્રશ્ન: નમસ્તે સર, મારો બોયફ્રેન્ડ મને ખૂબ જ લવ કરે છે, પણ તેની સગાઈ થઇ ગઇ છે, તેથી તે કહે છે કે આપણે હંમેશાં આવા સંબંધમાં રહીશું, પણ હું મારી સગાઈ નહીં તોડી શકું? તે શારીરિક સંબંધ બાંધવાની વાત પણ કરે છે. મારે શું કરવું જોઈએ?
જવાબ: સૌથી શ્રેષ્ઠ સલાહ એ જ છે કે તમારે તમારા બોયફ્રેન્ડની વાતમાં ન આવવું, અને આ સંબંધ જેટલો બને તેટલો વહેલો તોડી નાખવો જોઇએ, કારણ કે બોયફ્રેન્ડ લગ્ન કરવાની ઘસીને ના કહે છે અને શારીરિક સંબંધ બાંધવાની હા કહે છે. આનો સીધો મતલબ એવો થાય કે તે મોજમજા માટે જ સંબંધ રાખે છે.