પ્રશ્ન : હું 40 વર્ષની મહિલા છું. છેલ્લા કેટલાક સમયથી મને થોડુંક કામ કરવાથી પણ ખૂબ થાક લાગે છે, શું કરું? એક મહિલા (મુંબઇ)
ઉત્તર : મિડલ એજમાં ઘણી સ્ત્રીઓ આવી પરિસ્થિતિનો સામનો કરતી હોય છે. ઘણી વખત તમે સારું ખાતા હો પરંતુ તો પણ વિટામિન અને મિનરલ્સની કે માઇક્રો ન્યુટ્રિયન્ટની ઉણપ આવી જતી હોય છે. મેગ્નેશિયમની ઊણપથી પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય વિટામિન-ડી અને બી-12ની કમીથી પણ આવું થઈ શકે છે. ઘણી વાર બૅઝિક પાણીની કમીથી પણ આવું થઈ શકે છે.
ઘણી વખત સ્ત્રીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય તો પણ આવું થઈ શકે છે. જો તમારું વજન એકદમ વધી ગયું હોય તો પણ આ શક્યતા રહે છે. ઘણી વખત વ્યક્તિને જેટલા આરામની જરૂરત હોય એટલો એને મળતો ન હોય તો પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. તમે એક્સરસાઈઝ રેગ્યુલર કરવાની કોશિશ કરો. એ ખૂબ જરૂરી છે. એનાથી તમારી સ્ટ્રેન્થ વધશે. એવું ન વિચારો કે આજે થાક લાગ્યો છે તો એક્સરસાઈઝ નથી કરવી.
યોગ કરશો તો સ્નાયુઓ સ્થિતિસ્થાપક રહેશે અને આવી તકલીફ નહીં થાય. આ સિવાય ડોક્ટરને પૂછીને માઇક્રો ન્યુટ્રિશિયન્સનો એક કોર્સ કરી લો જેથી તમને આ તકલીફ ન થાય. રોજિંદા જીવનમાં ફ્રેશનેશ અને એનર્જી માટે રાતની 8 કલાકની ઊંઘ કરો જે ખૂબ જરૂરી છે. આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ થાક નહીં લાગે.
સમસ્યા : અમારાં લગ્નને 2 વર્ષ થયેલાં છે. અમે છેલ્લા બે-ત્રણ મહિનાથી બાળક માટે પ્રયત્ન કરીએ છીએ. અમે બંને જાતીય જીવનથી ખૂબ જ સંતુષ્ટ છીએ. અમને બંનેને એક વખતના સમાગમ દરમિયાન બે-ચાર અલગ-અલગ આસન માણવામાં આનંદ આવે છે. અમારો સવાલ એ છે કે શું આમ કરવાથી બાળક રહેવામાં કોઇ તકલીફ થઇ શકે છે?
ઉકેલ : ગર્ભ રહેવા માટે પુરુષના શુક્રાણુ અને સ્ત્રી બીજનું મિલન થવું જરૂરી છે. સામાન્ય રીતે આ મિલન ગર્ભાશયમાં થતું હોય છે. હવે જ્યારે તમને સમાગમ વખતે સ્ખલન થાય ત્યારે તેમાં એક જ ટકો વીર્ય હોય છે. અને તેમાં સામાન્ય રીતે લાખો-કરોડો શુક્રાણુ હોય છે. જે નરી આંખે દેખાતા હોતા નથી. આ શુક્રાણુ યોનિમાર્ગની દીવાલને ચોંટી ધીરે ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચતા હોય છે.
બાકીનો નવ્વાણુ ટકા સ્ત્રાવ યોનિમાર્ગમાં દરેકને બહાર આવી જતો હોય છે. પછી તમે કોઇ પણ આસન કેમ ના માણ્યું હોય. સ્ત્રી નીચે હોય, સમાગમ પછી અડધો કલાક સૂતેલી રહેતી હોય તો પણ આ સ્ત્રાવ બહાર જ આવી જતો હોય છે, જે નોર્મલ ક્રિયા છે. તેથી સમાગમ માત્ર એક જ આસનમાં સંપન્ન થાય તે જરૂરી નથી. આપની જેમ ઘણાં લોકો એકથી વધારે આસનોની અજમાઇશ કરતા હોય છે. આમ કરવાથી જાતીય જીવનમાં વિવિધતા રહે છે અને વર્ષો પછી પણ જાતીય ઉત્સાહ જળવાઇ રહે છે. ટૂંકમાં આસનોની સંખ્યા અગણિત છે અને અલગ અલગ આસનો માણવાથી બાળક થવામાં કોઇ અંતરાય આવતો નથી.