અમે છેલ્લા 7 વર્ષથી એકબીજાના પ્રેમમાં છે બધું કરી ચુક્યા છે પણ પ્રેમિકાના પપ્પાને અમારો સબંધ મંજુર નથી,હું શું કરું

GUJARAT

પ્રશ્ન : મારા લગ્નને એક વર્ષ થયું છે. હું મારા લગ્નજીવનમાં સુખી છું. થોડાક મહિનાઓ પહેલા મારી એક કોલેજની ખાસ ફ્રેન્ડ મારા ઘરે આવી હતી અને તે મારા પતિની પણ સારી મિત્ર બની ગઈ હતી. એકવાર તેણે નિર્દોષ ભાવે મારા કોલેજકાળ વખતનાં પ્રેમ પ્રકરણોનો ભાંડો મારા પતિ પાસે ફોડી દીધો હતો. એ સમયથી જ મારા અને મારા પતિના સંબંધોમાં થોડી સમસ્યા ઊભી થઇ છે. હવે મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમારી સ્થિતિ સમજી શકાય એવી હોય છે. મોટાભાગની યુવતીઓ પોતાની નજીકની મિત્ર સાથે પોતાની તમામ અંગત બાબતો શેયર કરતી હોય છે. હકીકતમાં આ મામલે સતર્કતા રાખવાની જરૂર હોય છે.

મિત્ર ગમે તેટલી ખાસ કેમ ન હોય પણ કેટલીક વાતોની ચર્ચા ક્યારેય ન કરવી જોઇએ. ભૂલથી પણ ક્યારેય તમારા જાતીય જીવનની વિગતો એની સાથે ન ચર્ચો. શક્ય છે કે ભવિષ્યમાં તે તમારી મિત્ર ન રહે. આ સંજોગોમાં એ તેની પાસે તમારી અંગત વાતોની માહિતી હોવાનો ગેરફાયદો ઉઠાવી શકે છે. યુવતીઓ પોતાની મિત્રને પોતાના બોયફ્રેન્ડ વિશેની તમામ માહિતી આપી દેતી હોય છે, જાતીય સંબંધોની વિગતો પણ.

તેઓ આ વિગતો શેર કરતી વખતે સ્હેજ પણ વિચાર નથી કરતી કે જો બોયફ્રેન્ડ સાથે લગ્ન ન થયા તો તેની કેટલીક બદનામી થઇ શકે છે. તમારી સાથે પણ આવું જ થયું. તમારી મિત્રએ નિર્દોષતાથી તમારા પ્રેમ પ્રકરણોની વિગતો તમારા પતિને કહી દીધી પણ આખરે સમસ્યા તમને જ થઇને. આ પરિસ્થિતિમાં અકળાઇ જવાના બદલે કળથી અને પ્રેમથી કામ લો.

તમે તમારા પતિને સમજાવી શકો છો કે તમે આ સંબંધો માટે ગંભીર નહોતા. તમારે તમારા પ્રેમ અને કાળજીથી પતિનો વિશ્વાસ પરત જીતવાનો છે. હવે આ અનુભવ પરથી બોધપાઠ લઇને અંગત વાતની ચર્ચા ક્યારેય બીજી વ્યક્તિ સાથે ન કરતા.

પ્રશ્ન : મારી ઉંમર 24 વર્ષની છે અને મારી પ્રેમિકા 22 વર્ષની, અમે છેલ્લા 7 વર્ષથી લવર્સ છે, અમે એકબીજાને ખુબજ પ્રેમ કરીયે છે અને અમે લગ્ન પહેલા જ બધુ કરી ચુક્યા પણ છે પરંતુ મારી પ્રેમિકાના પપ્પાને અમારો સબંદ મંજુર નથી અને મારી પ્રેમિકાની સગાઈ બીજે કરી દીધી છે તો શું હું મારી પ્રેમિકાને ભૂલી જાવ ? મારો સાચો લવ છે સાહેબ કંઈક સારો રસ્તો બતાળો..
એક યુવક- મોડાસા

જવાબ- જો દોસ્ત તમને સાચો લવ છે એ માન્યું, પણ તમારી પ્રેમિકાએ એના ઘરે વાત કરી ત્યારે તમારે પણ સમય હતો એમના ઘરના લોકોને સમજાવવાનો, બીજું કે હવે તેની સગાઈ થઈ છે ત્યારે તમે પણ શાનમાં સમજી જાવ કે હવે તેને ભૂલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, માટે જે થયું તે માફ, આપ્યું ગયું બધું અને હવે તમે પણ કોઈ સારી છોકરી જોઈને ઠેકાણે પડી જાવ દોસ્ત..

Leave a Reply

Your email address will not be published.