અમદાવાદની જાણીતી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે કરી આત્મહત્યા, સગાઈ તૂટતા આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું

GUJARAT

આજે ડોક્ટરી આલમમાં રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. શહેરની શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતના સમાચારથી હોહાપો મચી ગયો. વહેલી સવારે પાર્થ પટેલ નામના ડોક્ટરે હાથમાં ઇન્જેક્શન મારી પોતાની હોસ્ટેલમાં જ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.

જોકે અન્ય રેસિડેન્ટ ડોકટરોએ સવારે નાસ્તો કરવા પાર્થને બોલાવતા તે આવ્યો નહોતો અને હોસ્ટેલમાં જઇ જોતા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતાં જ શહેરકોટડા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જ્યાં ડોક્ટરોએ પાર્થ પટેલને જાહેર કર્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે પાર્થ પટેલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને શારદાબેન હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરતો હતો. પરંતુ છેલ્લા દોઢેક માસ અગાઉ પાર્થ પટેલ નક્કી થયેલી સગાઇ તૂટી જતા આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે. પાર્થ પટેલ મૂળ ગાંધીનગરના લવારપુર ગામનું રહેવાસી હતો અને શારદાબેન હોસ્પિટલમાંની હોસ્ટેલમાં રહીને ડોક્ટરનો અભ્યાસ કરતો હતો, પરંતુ સગાઈ તૂટી એનું માઠું લાગતા આ પગલું ભર્યુ હોવાનું સામે આવી છે. ત્યારે પોલીસે પણ હાલ તો અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાનો બીજો કિસ્સો
અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ અમદાવાદમાં આ પ્રકારનો કિસ્સો નોંધાઈ ચૂક્યો છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબે આપધાતના પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના કિડની વિભાગના એડી સુપરિટેન્ડેન્ટ ડો. રજનીશ પટેલએ જણવ્યું હતું કે સિનિયર ડોક્ટર ચિરાગ ચૌધરીએ પીજી હોસ્ટેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ કરનાર તબીબને ઇમરજન્સીમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતો.

સિવિલના સ્ટાફનું માનવું હતું કે આ ડોક્ટરે પણ પ્રેમ પ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી હતી. મૂળ સાપુતારાના રહેવાસી ચિરાગ ચૌધરી હોવાનું સામે આવ્યું હતું. ડો. ચિરાગ ચૌધરી સિનિયર રેસિડેન્ટ તબીબ હતો અને હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *