અમદાવાદ: પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા વધી, કારણ જાણી રહેશો દંગ

Uncategorized

ભારતમાં પુરુષોમાં વંધ્યત્વ માટે જિનેટિક ફેક્ટર જવાબદાર છે. અમદાવાદમાં બે લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટ સહિત હાથ ધરાયેલા અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે. અમદાવાદની બે લેબોરેટરીએ અમદાવાદ સહિત 8 રાજ્યોમાંથી 2019 અને 2021ના સમયગાળા દરમિયાન 21થી 43 વર્ષની વય મર્યાદા જુથના 6,142 પુરુષોના એકત્રિત કરેલા બ્લડ સેમ્પલના અભ્યાસમાં આ તારણ જાણવા મળ્યું છે. લગભગ 787 બ્લડ સેમ્પલમાં વંધ્યત્વની સમસ્યા જોવા મળી હતી અને 167 કેસમાં ક્રોમોઝોમ (રંગસૂત્ર)ની વિસંગતતા કારણભૂત હોવાનું જોવા મળ્યું છે.

44 કેસમાં ક્રોમોઝોમલ ટ્રાન્સલોકેશનનું ફેક્ટર ચિંતાજનક

પરંતુ 44 કેસમાં ક્રોમોઝોમલ ટ્રાન્સલોકેશનનું ફેક્ટર જવાબદાર હોવાની બાબત ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારના સૌથી વધુ 20 કેસ તેમજ ગુજરાત અને દિલ્હીમાં એક- એક કેસ જોવા મળ્યા છે. સંશોધકોનું કહેવું છે કે, ભૌગોલિક દ્રષ્ટિએ મહારાષ્ટ્રમાં રોબર્ટ્સોનીઅન ટ્રાન્સલોકેશન્સનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે અને ત્યાર પછીના ક્રમે ગુજરાત અને દિલ્હી આવે છે. આ બાબત પર્યાવરણ, હોર્મોનલ, જિનેટિક અને ઈપિજિનેટિક્ ફેક્ટરનો નિર્દેશ કરે છે.

ક્રોમોઝોમ (રંગસૂત્ર)ની વિસંગતતાના કિસ્સામાં ક્રોમોઝોમનું વિઘટન

આ અભ્યાસના રસપ્રદ તારણોમાં જણાવાયું છે કે, ક્રોમોઝોમ (રંગસૂત્ર)ની વિસંગતતાના કિસ્સામાં ક્રોમોઝોમનું વિઘટન થાય છે. અને તેનો એક ભાગ અન્ય ક્રોમોઝોમ સાથે ફરીથી જોડાઈને અલગ ક્રોમોઝોમની રચના કરે છે. આ પ્રકારના ક્રોમોઝોમલ ટ્રાન્સલોકેશન્સના કારણે ટેસ્ટિક્યુલર વોલ્યુમ અને ટેસ્ટોટેરોનમાં ઘટાડો થાય છે અને તેના પરિણામે શુક્રાણુ ઉત્પન્ન થવા પર માઠી અસર થાય છે. અથવા શુક્રાણુમાં ઘટાડો થાય છે અને તેના લીધે પુરુષોમાં વંધ્યત્વ જોવા મળે છે. આ અભ્યાસના તારણોમાં 15 જેટલા કિસ્સામાં પુરુષમાં રોબર્ટ્સોનીઅન ટ્રાન્સલોકેશન જોવા મળ્યા છે અને 24 પુરુષોમાં ઓટોઝોમ-ઓટોસોમલ ટ્રાન્સલોકેશન્સ જોવા મળ્યા છે. રિસેપ્રોકલ ટ્રાન્સલોકેશનને કારણે વંધ્યત્વ અને રીકરન્ટ પ્રેગનન્સી લોસનું જોખમ વધી જાય છે.

શું કરવું ?

ક્રોમોઝોમ (રંગસૂત્ર)નો ટેસ્ટ કરાવવો. આ માટે સિમ્પલ બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે અને વ્યક્તિના ક્રોમોઝોમ (રંગસૂત્ર)ની રચના અને વ્યવસ્થા સહિતના પરીક્ષણ માટે લેબોરેટરીમાં લોહીમાં રહેલા સેલ્સની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટ કેર્યોટાઈપ ટેસ્ટ તરીકે ઓળખાય છે.

અસંતુલિત ટ્રાન્સલોકેશન્સ

જો માતા-પિતા પૈકી કોઈપણ એક સંતુલિત- બેલેન્સ્ડ ટ્રાન્સલોકેશન ધરાવતા હોય તેવા કિસ્સામાં તેમના બાળકને વારસામાં અનબેલેન્સ્ડ- અસંતુલિત ટ્રાન્સલોકેશનની શક્યતા રહેલી છે. જે માટે એક ક્રોમોઝોમ- રંગસૂત્રનો વધારાનો એક હિસ્સો અથવા બીજા ક્રોમોઝોમના હિસ્સો મિસિંગ હોય છે.

Leave a Reply

Your email address will not be published.