અમદાવાદની એરહોસ્ટેસ યુવતીનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ

GUJARAT

એરહોસ્ટેસ બનવા માટે માતા-પિતાનું ઘર છોડી બહેનપણીના ઘરે રહેવા ગયેલી યુવતીને પસ્તાવાનો વારો આવ્યો છે. એક યુવક સાથે મિત્રતા થયા બાદ મિત્રએ યુવતીનુ અપહરણ કર્યુ અને રાજસ્થાન લઈ જઈ ગોંધી રાખી અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે યુવતીની સમયસૂચકતાથી પોલીસે યુવતીને હેમખેમ છોડાવીને આરોપીની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વટવા વિસ્તારમાં રહેતી અને એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતીએ તેના પિતા સાથે ઝઘડો કરીને બહેનપણીના ઘરે રહેવા વસ્રાલ ગઈ હતી. જ્યાં બહેનપણીના ભાઈનો મિત્ર ધર્મેન્દ્ર ગોસ્વામી અવારનવાર આવતો હોવાથી તેની સાથે પ્રેમ સબંધ પાંગર્યો હતો. જે બાદ આ યુવતી અને યુવક ફૂલહાર કરીને અળગ રહેવા લાગ્યા હતા. જો કે યુવતીનો પ્રેમી સાથે ઝઘડો થતા તે અલગ થઈ ગઈ હતી. આમ છતાં ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને યુવતીને ત્રાસ આપતો હતો.

આટલું જ નહીં, પ્રેમી અવારનવાર યુવતીનો પીછો કરતો હતો. એક દિવસ યુવતી તેના સબંધીના ઘરે રિક્ષામાં જઈ રહી હતી, ત્યારે ધર્મેન્દ્રએ ચાકૂની અણીએ યુવતીનું અપહણ કરીને તેને કારમાં રાજસ્થાન લઈ ગયો હતો.

રાજસ્થાનના પાલીમાં આરોપી પ્રેમીએ યુવતીના હાથપગ બાંધીને તેને ફટકારી હતી અને બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. જો કે એક દિવસ ગમે તેમ કરીને યુવતીએ પિતાને ફોન કરીને જાણ કરતાં નારોલ પોલીસે તેને છોડાવી હતી.

હાલ નારોલ પોલીસે આરોપી પ્રેમી વિરુદ્ધ અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. જોકે પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ બળાત્કાર, મારામારી, દારૂ, નકલી પોલીસ બની રૂપિયા પડાવવા સહિતના અનેક ગુનાઓમાં ઝડપાયો હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે જ આરોપીને રામોલ વિસ્તારમાંથી તડીપાર પણ કરવામાં આવ્યો હતો. (પ્રતિકાત્કમ ફોટો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *