અમદાવાદની આનંદનિકેતન શાળાનો કથિત હેકર વિદ્યાર્થીએ તરખાટ મચાવ્યો, દિલ્હી ગૃહમંત્રીને ફરિયાદ થઈ

GUJARAT

અમદાવાદની સેટેલાઈટની આનંદનિકેતન શાળામાં કથિત હેકર વિદ્યાર્થીએ તરખાટ મચાવી દીધો છે. આ વિદ્યાર્થીએ એટલે સુધી કે હેરાન પરેશાન કરી મૂક્યા છે કે આ ઘટનાને એક વર્ષ પુરુ થવા આવ્યું છતાંય ગુજરાત સાયબર ક્રાઈમ, એટીએસ, ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ હજુ સુધી આ શકામંદને પકડી શકી નથી. બીજી તરફ વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્કુલ પ્રશાસને હવે દિલ્હી ગૃહમંત્રીને ફરિયાદ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમજદાવાદ શહેરની ખ્યાતનામ આનંદનિકેતન શાળામાં છેલ્લા એક વરસથી કથિત વિદ્યાર્થી હેકર વિદ્યાર્થીઓ અને સ્કુલ પ્રશાસનના વ્હોટસગ્રુપમાં બિભત્સ ફોટાઓ મોકલીને હેરાન-પરેશાન કરી રહ્યો છે. એટલે સુધી કે છેલ્લા એક વરસથી વારંવાર આવા ફોટા મોકલીને સ્કુલની પરીક્ષાઓ રદ કરાવવાની ધમકી આપી રહ્યો છે, પણ હજુ સુધી તેને શોધી શકાયો નથી.

આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા છતાયં કોઈ પગેરુ મળ્યુ નથી. આ ઘટનાને લઈને સાયબર એક્સપર્ટ માની રહ્યાં છે કે કે ડાર્ક વેબના માધ્યમથી આ કૃત્ય કરાઈ રહ્યુ છે. ડાર્ક વેબમાં રિવર્સ ઈન્વેસ્ટીગેશન શક્ય ન હોવાથી આરોપી તેનો લાભ લઈ રહ્યો છે.

સાયબર હેકરનું કહેવુ માનીએ તો ડાર્ક વેબનો ઉપયોગ કરનાર આરોપીને ઝડપી શકાય છે. પરંતુ પ્રોક્ષી સર્વરના કારણે તપાસમાં અડચણ ઉભી થાય છે. ઉપરાંત આઈપી એડ્રેસ એક જ રસ્તો છે જે થકી ડાર્ક વેબના આધારે થયેલા ગુનાના મુળ સુધી પહોંચી શકાય છે. પરંતુ એક વર્ષ વિતવા છતા આરોપી ન ઝડપાતા પોલીસની કાર્યપ્રણાલી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ સ્કુલ પ્રશાસને કંટાળીને હવે દિલ્હી ગૃહમંત્રીને ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published.