લગ્ન વાંછુક યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં રહેતી યુવતીને મેટ્રોમોનિયલ સાઈડ પરથી જીવનસાથી શોધવુ ભારે પડ્યું છે. યુવતીને એક યુવકે કરોડો રૂપિયાની ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપી અલગ અલગ ટેકસ પેટે 22 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
2 કરોડની ગિફ્ટ પાર્સલ મોકલવાના બહાને છેતરપિંડી આચરી
મેટ્રો મોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહેલ અમદાવાદની એક યુવતીનો સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો. જે યુવક મૂળ પુણેનો છે. અને પોતે વર્ષોથી યુ.કેમાં રહે છે. તેમજ ત્યાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.
તેમજ નાનપણથી યુકેમાં આવી ગયેલ છે તે ભારતની છોકરી સાથે લગ્ન કરવા માગે છે. અને ભારતમાં રહેવા માગે છે તેવુ દર્શાવી ફરીયાદી સાથે ચેટ દ્વારા તેમજ વ્હોટસેપ ઓડીયો કોલીંગથી વાતચીત કરી તથા તેના ફોટાઓ મોકલી ફરીયાદીનો વિશ્વાસ અને કેળવ્યો હતો. બાદમાં 2 કરોડની ગિફ્ટ પાર્સલ મોકલવાના બહાને છેતરપિંડી આચરી હતી.
યુવતીને મેટ્રો મોનિયલ સાઈડ પરથી જીવનસાથી શોધવુ ભારે પડ્યું
બાદમાં આરોપીએ યુ.કે.થી પાર્સલ મોકલેલ જેમાં યુ.કે.ની કરન્સી છે. જે ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ જેટલી થાય છે. જે પાર્સલ છોડવવા માટેનું જણાવેલ ત્યાર બાદ આરોપીઓએ મુંબઇ કસ્ટમ વિભાગ બોલાતા હોવાનું જણાવી યુ.કે થી પાર્સલ આવેલ છે તેવુ ફરીયાદીને જણાવી તેમજ આરોપીઓએ મુંબઇ બ્રિટીશ એમ્બેસીની ઓળખ આપી અમોલ દલવી વતી પાર્સલ છોડાવી આપશે તેમ કહીને અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા 21,79,500 બેંક એકાઉન્ટમાં ભરાવ્યા હતાં. જો કે આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમે દિલ્હીથી ઇરફાનખાન નામના આરોપીને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી પકડાયેલ આરોપીના કેનેરા બેંકના એકાઉન્ટમાં રૂપિયા 9 લાખ 75 હજાર ફ્રોડના નાણા જમા થયેલાનું જણાઇ આવેલ છે.