અંબાણી પરિવારને ધમકી આપનાર યુવકની બિહારના દરભંગામાંથી ધરપકડ,ધમકી આપવા પાછળનું રહસ્ય અકબંધ

GUJARAT

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે દરભંગામાં ધરપકડ કરી લીધી છે. અહેવાલ પ્રમાણે આરોપીએ સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઈન પર કોલ કરી અંબાણી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ સંપૂર્ણ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને વ્યાપક તપાસ હાથ ધરી હતી.

બિહારના દરભંડાથી ધરપકડ કરવામાં આવી
મુંબઈ પોલીસે સંપૂર્ણ ઘટનાની તપાસ કરતાં આ ધમકીનું પગેરું બિહાર પહોંચ્યું હતું. જ્યા દરભંગા જિલ્લાના મનીગાછીના બ્રહ્રાપુરા ગામના રહેવાસી આરોપી રાકેશ કુમાર મિશ્રની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ બુધવારે સાંજે ચાર વાગે તેના રહેઠાણ ખાતે પહોંચી હતી. તે સમયે રાકેશ મિશ્રનું ઘર બંધ હતું. પોલીસે રાકેશના મોબાઈલ પર કોલ કર્યો હતો. કોલને રાકેશે જ રિસીવ કર્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધો હતો. જોકે સ્થાનિક લોકોએ આ ધરપડ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે પોલીસે ધરપકડ કરતા પહેલા તેની માનસિક સ્થિતિની તપાસ કરવાની જરૂર હતી. તે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ છે.

મુંબઈ પોલીસે કરી ધરપકડ
આ ધરપકડ બાદ સ્થાનિક લોકોનું કહેવું છે કે રાકેશ માનસિક રીતે બીમાર છે. રાકેશનો પરિવાર ખૂબ જ સાધારણ છે. તેને પિતા સુનીલ કુમાર મિશ્ર બિહાર ઈન્ટર રકાઉન્સિલમાં કાર્યરત છે. દરભંગાના SSP અવકાશ કુમારે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. રાકેશની ધરપકડ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની વ્યાપક પૂછપરછ કરવામાં આવશે. બીજી બાજુ સ્થાનિક લોકો આ ધરપકડને લઈ નારાજ છે, તેમનું માનવું છે કે પોલીસે પહેલા રાકેશની માનસિક સ્થિતિને જાણવાની જરૂર હતી.

બિહાર પોલીસે મદદ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે રિલાયન્સ ફાઉન્ડેશનના હોસ્પિટલમાં એક અપરિચિત નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો. ફોન કરનાર તરફથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી અને બાળકોને મારવાની ધમકી આપી હતી. આ ઘટનાની તપાસ માટે 3 ટીમ બનાવવામાં આવી હતી અને બિહાર પોલીસ પાસેથી પણ મદદ માગવામાં આવી હતી. 30 વર્ષના યુવકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *