અમારા લગ્ન થયા અને તરત 3 મહિનામાં પત્ની પ્રેગ્નન્ટ થઇ ગઈ,અમારું જાતીય જીવન અટકી ગયું તો શું કરીયે….

GUJARAT

પ્રશ્ન : પીરિયડ્સ અને લગ્નની તારીખ એકસાથે આવે છે. હું શું કરું? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : કોઇપણ યુવતી માટે લગ્નનો દિવસ બહુ ખાસ હોય છે. જો આ દિવસની સાથે કોઈ પણ છોકરી માટે લગ્નનો દિવસ ખૂબ જ વિશેષ હોય છે અને કોઈ પણ કારણોસર તે તે ખાસ દિવસ બગાડવા માંગતી નથી.પીરિયડ્સ કોઈ પણ સ્ત્રીનાં શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા છે અને દર મહિને છોકરીઓને આ દિવસોમાંથી પસાર થવું પડે છે. જો તમારી પીરિયડની તારીખ અને લગ્નની તારીખ એકસરખી છે, તો થોડા દિવસ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

ડોકટરની દવા સાથે તમે પીરિયડ્સની તારીખ ચારથી પાંચ દિવસ સુધી લંબાવી શકો છો પરંતુ કોઈ નિર્ણય લેતા પહેલાં ડોક્ટર સાથે વાત કરો. જો દવા લીધા પછી પણ જો લગ્નના દિવસે અચાનક જ પીરિયડ શરૂ થઇ જાય તો સમસ્યા ઉભી થઇ શકે છે. આ કારણોસર સેનિટરી પેડ્સ અથવા માસિક કપ તમારી સાથે રાખો જેથી તેનો સમયસર ઉપયોગ થઈ શકે.

પ્રશ્ન : મારા ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા છે અને મારી પત્ની તરત જ પ્રેગનન્ટ થઇ ગઈ છે. પ્રેગનન્સીના કારણે અમારું જાતીય જીવન લગભગ અટકી ગયું છે. અમે હજી તો જાતીય જીવન માણવાની શરૂઆત જ કરી છે તો આ સંજોગોમાં અમારે શું કરવું? એક યુવક (વડોદરા)

ઉત્તર : પ્રેગ્નન્સીના પહેલા અને છેલ્લા ત્રણ મહિના ખૂબ જ અગત્યના હોય છે. આ મહિના દરમ્યાન સ્ત્રીના શરીરમાં પુષ્કળ માત્રામાં હોર્મોનલ ચેન્જિસ થાય છે. આ પરિવર્તનને કારણે પત્નીને જાતીય જીવન માણવામાં રસ ન પડે એવું પણ બની શકે છે. કહેવાય છે કે પ્રેગ્નન્સીમાં માત્ર પત્નીએ જ નહીં, પતિએ પણ માનસિક રીતે પત્નીને સાથ આપવો જોઈએ કારણ કે આ સમય દરમિયાન પત્નીની માનસિક અને શારીરિક સ્થિતિમાં બહુ બદલાવ આવતો હોય છે.

તમારે જાતીય સંબંધ માણવો જ હોય તો તમારી પત્નીના ગાયનેકોલોજિસ્ટની સલાહ જરૂર લો. જો પ્રેગ્નન્સીમાં સમસ્યા હોય અને પત્નીને સંપૂર્ણ આરામ કરવાનું કહેવામાં આવ્યું હોય તો જાતીય સંબંધો બાંધવા ન જોઇએ. જો ડોક્ટર પરવાનગી આપે તો જાતીય સંબંધ બાંધતી વખતે ધ્યા રાખો કે પત્નીના પેટ પર વજન ન આવે કે દબાણ ન અનુભવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *