અમારા લગ્નને 6 મહિના થયા પણ અમે સમાગમ આજ સુધી નથી માણી શક્યાં,જાણો સમસ્યા

GUJARAT

પ્રશ્ન : હું એક વર્કિંગ વુમન છું. હું સતત વ્યસ્ત રહું છું. મારા પતિ મારી સ્થિતિ સમજે છે અને આ કારણે મને ઘરકામમાં હંમેશા મદદ કરે છે. અત્યાર સુધી એકલા હતા ત્યાં સુધી કોઇ ખાસ સમસ્યા નહોતી પણ મારા સસરાના અ‌વસાન પછી મારા સાસુ અમારી સાથે રહેવા આવ્યા છે અને તેમને મારા પતિ મને ઘરકામમાં મદદ કરે એ બિલકુલ નથી ગમતું. તેમની આવી માનસિકતાને કારણે અમારા ઘરમાં વાતાવરણ તંગ રહે છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : પુરુષોનું કામ પૈસા કમાવી લાવવાનું અને સ્ત્રીઓનું કામ ઘર ચલાવવાનું. આવી બીબાંઢાળ માનસિકતામાંથી આજનો પુરુષ બહાર આવી ગયો છે. પત્ની વર્કિંગ હોય કે ન હોય, ઘરનાં કેટલાંક કામોની જવાબદારી પુરુષો હોંશે-હોંશે ઉપાડી લે છે. ઘરનાં કામોમાં મદદ કરવાથી પરિવાર સાથે વધુ સારું તાદાત્મ્ય કેળવી શકે છે. સમય જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ સમાજ અને લોકોના વિચારોમાં ફરક આવે છે.

આનું મોટું ઉદાહરણ એટલે પરિવારમાં પુરુષની ભૂમિકા. આજથી આશરે 70-80 વર્ષ પહેલાં પુરુષોની જવાબદારી ઘરમાં કમાયેલા પૈસા આપવા સુધી જ સીમિત હતી, પણ હવે આ આખી સમાજ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે. પહેલાં ઘરની સ્ત્રીઓ એક ગૃહિણી તરીકે માત્ર ઘરનાં કામકાજ સંભાળતી હતી, પણ હવે જેટલી ફ્રીડમથી વ્યવસાયિક ક્ષેત્રે અને બહારનાં કામોમાં પાવરધી થવા લાગી છે એટલી જ મુક્તતાથી પુરુષોએ પણ ઘરનાં કામોને પોતાની જવાબદારી ગણીને સ્વીકારી લીધાં છે.

જોકે પરિવારના વડીલો માટે આ ફેરફારનો સ્વીકાર જ્યારે થોડો મુશ્કેલ બને છે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે. તમે અને તમારા પતિ મળીને તમારા સાસુને સમજાવી શકો છો કે ઘરની સ્ત્રીનું આ બધે પહોંચી વળવું ઘણી વાર સમયના દૃષ્ટિકોણથી અઘરું હોય છે તેથી આજની ફાસ્ટ લાઇફમાં પુરુષનું ઘરની સ્ત્રી સાથે ઊભા રહી કામ કરાવવું એ સમયની માગ છે. તમે તમારા સાસુને સમજાવામાં તમારા પતિની મદદ પણ લઇ શકો છો.

બની શકે કે માતા તરીકે સાસુ તમારા પતિની વાતને વધારે સારી રીતે અને હકારાત્મક લાગણીથી સમજી શકે. જો તમારા પતિ ઘરમાં કામ કરાવે છે તો તમે પણ તમારા પતિને ઘરનો આર્થિક બોજ ઉઠાવવાામાં મદદ કરો છો એ હકીકત તમારા સાસુ સમજી જશે તેમની માનસિકતા ચોક્કસ બદલાશે.

પ્રશ્ન : મારાં લગ્નને 6 મહિના થયાં છે. મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે. મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે. મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા. મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે. શું તે મને પસંદ નહીં કરતી હોય? હું બહુ કન્ફ્યુઝ છું. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવક (વાપી)

ઉત્તર : એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સંબંધ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી. હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે. હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સંબંધ બાંધ‌વાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે. શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે.

જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે. સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો. તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતીય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે. આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published.