અમારા લગ્નને 5 વર્ષ થયા,પેહલા તો અમે બોવ સમાગમ માણતા હતા,અને હવે તો મહિનાઓ ઉપર મહિના થઇ જાય…તો પણ

GUJARAT

પ્રશ્ન : મારાં લગ્નને 6 મહિના થયાં છે. મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે. મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે. મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા. મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે. શું તે મને પસંદ નહીં કરતી હોય? હું બહુ કન્ફ્યુઝ છું. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવક (વાપી)

ઉત્તર : એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સંબંધ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી. હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે.

હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સંબંધ બાંધ‌વાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે. શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે. જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે.

સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો. તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતીય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે. આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે.

પ્રશ્ન : મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા છે. પહેલાં બે વર્ષ તો અમારી વચ્ચે સારી એવી ઇન્ટિમસી હતી પણ છેલ્લા ત્રણ વર્ષથી અમારા સંબંધો બીબાંઢાળ થઇ ગયા છે. અમે બંને વર્કિંગ છીએ અને અમે રાત્રે જ એકબીજાની સાથે હોઇએ છીએ. મારી પત્ની આ સમય મારી સાથે ગાળવાને બદલે પોતાના ફોનમાં વ્યસ્ત હોય છે. શું હવે મારી પત્નીને મારામાં રસ નથી રહ્યો અને તેનું બીજા કોઇ સાથે અફેર ચાલી રહ્યું છે? એક યુવક (અમદાવાદ)

ઉત્તર : એ વાત સાચી છે કે ફોન દરેક વ્યક્તિનાં જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. જો તમારી પત્ની સતત પોતાના ફોનમાં વ્યસ્ત હોય એનો મતલબ એમ પણ હોઇ શકે કે તમારી પત્નીને તમારા કરતા ફોન વધારે રસપ્રદ લાગે છે. હવે તમારી પત્નીને આવું કેમ લાગે છે એ માટે તમારે તમારું વર્તન, જીવનશૈલી, તમારી પત્નીનું વર્તન, તેની જીવનશૈલી અને એકબીજા સાથેની કેમિસ્ટ્રીનું ઝીણવટથી અવલોકન કરીને એના પર ધ્યાન આપવાની જરૂર છે.

રાત્રે પતિ એ પત્ની એકબીજા સાથે ક્વોલિટી સમય ગાળે તો તેમની વચ્ચે ઇમોશનલ બોન્ડ મજબૂત બને છે અને આ સમયગાળા દરમિયાન તેઓ શારીરિક રીતે એકબીજાની નિકટ આવે છે. આ રીતે તેઓ એકબીજા સાથે બહુ સારી રીતે કનેક્ટ થઇ શકે છે. જો બંનેમાંથી એક પાર્ટનરને રાતના સમયે મોડી સુધી ફોન જોવાની આદત હોય તો ચોક્કસપણે તેમના સંબંધો પર પણ આ વાતની અસર પડી શકે છે.

આવા વર્તનને કારણે બીજો પાર્ટનર ઉદાસ અને નિરાશ થાય છે અને લગ્નજીવનનો સ્પાર્ક ઘટી જાય છેે. જ્યાં સુધી તમારી વાત છે ત્યાં સુધી તમારી આ સમસ્યા પત્ની સાથે સ્પષ્ટ શબ્દોમાં શેર કરો. જો તમારી પત્ની તમારી લાગણીની કદર કરતી હશે તો એ ચોક્કસ મુદ્દો સમજશે.

Leave a Reply

Your email address will not be published.