અમારા ઘરમાં ભાડે રહેતા એક યુવક જોડે મને પ્રેમ થઇ ગયો છે પણ મારા ઘરમાં ખબર પડશે તો….જાણો એક યુવતીની વાત

GUJARAT

પ્રશ્ન : મારી કોલેજનો એક યુવાન મને ખૂબ ગમે છે, પણ એ બીજી યુવતીને પ્રેમ કરે છે. મેં એ યુવતીને અન્ય યુવાનો સાથે ફરતાં જોઇ છે. મેં આ અંગે એ યુવાનને વાત કરી, તો એ માને છે કે હું એનો પ્રેમ મેળવવા માટે ખોટું બોલું છું. મારે શું કરવું? એક યુવતી (સુરત)

ઉત્તર : તમે તમને ગમતા યુવાનને દુ:ખ ન થાય એ માટે એને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ તમારા માટે જો આવી ગેરસમજ ધરાવતો હોય તો પછી એ તમારા પ્રેમ કે લાગણીને યોગ્ય નથી એમ માની લો.

જો તે એમ માનતો હોય કે તમે તેની ગર્લફ્રેન્ડ વિશે ખોટો પ્રચાર કરી રહ્યા છો તો એ વાત સ્પષ્ટ છે કે તેનાં મનમાં તમારી હકારાત્મક ઇમેજ નથી. તમે એને જેટલું સમજાવાનો પ્રયાસ કરશો તમારી ઇમેજ તેનાં મનમાં વધારેને વધારે ખરાબ થતી જશે કારણ કે તેની આંખો પર પ્રેમનો પાટો બાંધેલો છે. જો કોઇ સમજદાર યુવક હોય તો તેણે સમજવું જોઇએ કે કોઇ પણ યુવતી જાણીજોઇને અન્ય યુવતીની બદનામી ન કરે અથવા પોતાનો પ્રેમ મેળવવા માટે આવી કોઇ ખોટી વાત ન કહે.

જો એ ન માનતો હોય તો પછી એને કહેવાનો કે સમજાવવાનો પ્રયત્ન ન કરશો. હકીકત ક્યારેય હંમેશાં માટે સંતાડી શકાતી નથી. એક દિવસ તમારા ફ્રેન્ડને તેની ગર્લફ્રેન્ડની હકીકત ખબર પડી જ જશે અને એ દિવસે તેને અહેસાસ થશે કે તમારી વાત સાચી હતી. જે દિવસે એ યુવકને તમારી વાત સાચી હોવાનો અહેસાસ થશે તે દિવસે એ તમારી લાગણીની કદર કરશે. તમારે હાલમાં તો ધીરજપૂર્વક આ દિવસની રાહ જોવાની જરૂર છે.

સવાલ- મને મારા પડોશી યુવક જોડે પ્રેમ છે પણ મને ડર લાગે છે કે જો આ વાતની મારા ઘરમાં ખબર પડી ગઇ તો એ લોકોને ઘર ખાલી કરાવશે અને મારા લીધે એમને તકલીફ થશે.
એક યુવતી

જવાબ- તમે ખુદ આટલા સમજદાર છો, તમારો ખુદ આટલો સારો નેચર છે તો પછી શું કામ તમે પણ આ વાત માં પડવા માંગો છો એ નથી સમજાતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *