અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં 15 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પૂરી શક્યતા

Uncategorized

ગુજરાતના ખેડૂતો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા જ નથી. હાલ રાજ્યમાં 44 ટકા વરસાદની ઘટ સામે આવી રહી છે. ઓગસ્ટ સુધીમાં 450 MM વરસાદ થવો જોઈએ, પરંતુ હાલ રાજ્યમાં ચોમાસામાં માત્ર 253 MM વરસાદ જ પડ્યો છે. વરસાદ ન થતા ગરમીમાં વધારો પણ નોંધાયો છે. જેના કારણે ઓગસ્ટના બીજા સપ્તાહમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહી છે.

બીજી બાજુ જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં અગામી પાંચ દિવસ વરસાદની કોઈ જ શક્યતા જોવા મળી રહી નથી. જો કે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વરસાદ ન હોવાને કારણે ગરમીમાં વધારો થયો છે. ઓગસ્ટના બીજા વિકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઓગસ્ટના બીજા વિકમાં દક્ષિણમાં ચોમાસું સક્રિય થતાં વરસાદની આશા બંધાઈ છે, પણ ગુજરાત માટે હજુ કોઇ સિસ્ટમ નથી.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ છે તો ઘણા ભાગોમાં વરસાદની અછત છે. ગુજરાત-સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ હવે વરસાદની તાતી જરૃર છે. હમણાં વરસાદ પડી રહ્યો છે પરંતુ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આથી આ વખતે રાજ્યના ભાગોમાં ભૂતળના જળસ્તર ઉંચા આવે તેમ ખેડૂતભાઈઓ ઈચ્છી રહ્યાં છે તેમ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે. આ વખતે સાનુકૂળ સંજોગો હોવા છતાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થવા છતાં પણ રાજસ્થાન તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અછત થવા પામેલ છે.

વરસાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના વહન સાથે ચાલે અને તેમાં ખાંચો ન પડે અને બંગાળના ઉપસાગરનું વહન ભારેખમ વરસાદી વાદળો લઈને આવે અને સાનુકૂળ પરિસ્થિતિ હોય તો ગુજરાતમાં સારો વરસાદ થતો હોય છે. આ બંને શાખા વચ્ચે ખાંચો પડે અને રાજસ્થાન, ઉત્તર ભારત તરફ શાખા ખેંચાઈ જાય તો ગુજરાતમાં પુરતો વરસાદ થતો નથી. વરસાદ અંગે જોતા ઓગસ્ટ માસમાં તા.15-16 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે.

તા.18થી 24માં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં તા.19થી 21, તા.23-24થી 28 ઓગસ્ટ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે તેમ છે. ઓગસ્ટના અંતમાં પણ વરસાદ થતા આ વરસાદ ખેડૂત ભાઈઓને ઉપયોગી રહેશે. તા.18 બાદ થતા વરસાદનું પાણી ઉભા કૃષિ પાકો માટે સારું ગણાય છે. હાલમાં તા.08થી 11માં રાજ્યના વિવિધ ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *