Alert: આ લોકોએ ભૂલથી પણ ન કરવા પ્રગટાવેલી હોળીના દર્શન

DHARMIK

ફાગણ મહિનાની પૂનમે હોળિકા દહન થશે અને સાથે જ અન્ય દિવસે રંગોની હોળી રમાશે. આ વર્ષે 17 માર્ચ 2022 ગુરુવારે હોળિકા દહન થશે. આ દિવસે હોળિકાની પૂજા કરાય છે અને આ દિવસે કરાયેલા ઉપાયો લાભ આપે છે. હોળિકાની પૂજા શુભ મૂહૂર્તમાં કરવી જોઈએ અને પૂજાના સમયે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

હોળિકા દહન પૂજાનું શુભ મૂહૂર્ત
આ વર્ષે હોળિકાની પૂજા કરવા માટે અને દહન કરવાનું શુભ મૂહૂર્ત 17 માર્ચ 2022ની રાત 9.06 વાગ્યાથી 10.16 મિનિટ સુધી રહેશે. એટલે કે હોળિકા દહન ફક્ત 1 કલાક 10 મિનિટનો રહેશે. સાથે ભદ્રા પૂંછ રાત 9.06 વાગ્યાથી 10.16 મિનિટ સુધી રહેશે. ભદ્રા મુખ 17 માર્ચની રાતે 10.16 વાગ્યાથી મધરાતે 12.13 મિનિટ સુધી રહેશે.

આ લોકોએ ન કરવા પ્રગટાવેલી હોળીના દર્શન

હોળિકા દહનની પૂજા કરવી કે તેમાં સામેલ થવું સારું માનવામાં આવે છે પરંતુ ધર્મ અને શાસ્ત્રોમાં કેટલાક ખાસ લોકોને માટે હોળિકા દહનની ખાસ મનાઈ છે. આ મનાઈ નવવિવાહિત યુવતીઓને માટે છે. હોળિકા દહનની આગને પ્રગટાવેલા શરીરનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે તમે જૂના વર્ષના શરીરને બાળી રહ્યા છો અને સાથે નવવિવાહિત મહિલાઓને માટે હોળિકાની આગને જોવું અશુભ માનવામાં આવે છે. આ બાબત તેમના વૈવાહિક જીવનને નુકસાન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *