સવારનો સમય હતો.. મોજા શાંત હતા. ઉગતા સૂર્યની કિરણો લાલાશને વિખેરવા તૈયાર હતી. તમિલનાડુ (Tamilnadu)માં નીલકંરઇ સમુદ્રના કાંઠે ઉભેલા વી ચિન્નાદુરાઇ અને એસ.શ્વેતા વર-કન્યાના વસ્ત્રોમાં હતા. બંને મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા.
મુહૂર્ત બનતાની સાથે જ બંને સમુદ્રમાં કૂદી પડ્યા અને 60 ફુટ ઉંડા પાણીમાં જઈને એકબીજાને હાર પહેરાવીને લગ્ન (Marriage) કર્યા હતા. વર-વધૂ બંને પ્રોફેશનલી સોફ્ટવેર એન્જિનિયર છે. ચિન્નાદુરાઇ એક લાઇસન્સ પ્રાપ્ત સ્કુબા ડાઈવર છે.
જ્યારે શ્વેતા ગયા મહિનાથી ડાઇવિંગ શીખતી હતી. ખાસ વાત એ છે કે બંનેએ ડાઇવ કરતી વખતે પરંપરાગત પોશાક પહેર્યો હતો.
તિરુવન્નામલાઈ રહેતાં વરરાજા ચિન્નાદુરાઇએ કહ્યું કે તે નાનપણથી જ તરવાનો શોખીન હતો. તે 12 વર્ષથી સ્કુબા ડાઇવિંગ કરી રહ્યો છે. અરવિંદ અન્નાએ તેને તરણની તાલીમ આપી. બંનેને આ રીતે લગ્ન કરાવનો આઈડિયા તેમણે જ આપ્યો હતો.
ચિન્નાદુરાઇએ જણાવ્યું હતું કે અમે પાણીમાં 45 મિનિટ વિતાવ્યા. તેણે પહેલા શ્વેતાને પાણીની અંદર જ બૂકે આફીને લગ્ન માટે પ્રપોઝ કર્યું. પ્રપોઝલ બાદ બંનેએ એક બીજાના ગળામાં માળા પહેરાવી હતી. બાદમાં સમુદ્રને સાક્ષી માનીને સોગંધ સાથે ફેરા પણ લીધા.
એસ.બી.અરવિંદ થરુનશ્રીએ જણાવ્યું હતું કે બંનેના લગ્નની તારીખ નિશ્ચિત હતી પરંતુ સમુદ્ર શાંત ન હોવાના કારણે લગ્ન થઈ શક્યા ન હતા. સમુદ્ર શાંત થવાના દિવસની રાહ જોવાઈય. સોમવારે સવારે લગભગ 7.30 વાગ્યે દરિયો શાંત થતાં બંનેએ ડાઈવિંગ કરી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી.