તમામ દેવતાઓ સૌથી જલ્દી પ્રસન્ન થનાર તેમજ ચિરંજીવી ભગવાન હનુમાનજી 27 એપ્રિલે જયંતી છે. કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિએ હનુમાન જન્મોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. હનુમાન જયંતીએ મંદિરોમાં બજરંગબલીની વિધિવત પૂજા કરવામાં આવે છે.
હનુમાન જયંતીનું વિશેષ મહત્વ છે. હનુમાનજી હંમેશા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે અને મુશ્કેલીમાંથી બહાર લાવે છે. હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનજીની ઉપાસના અને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. હનુમાન જયંતી પર વ્રત રાખવાથી મુશ્કેલી ટળે છે.
હનુમાન જયંતીએ શુભ સંયોગ
હિંદુ પંચાગ અનુસાર આ વખતે હનુમાન જયંતીએ એક સાથે બે યોગની રચના થઇ રહી છે. આ વખતે હનુમાન જયંતી પર સિદ્ધિયોગ અને વ્યતીપાત યોગ થાય છે. હનુમાન જયંતી પર સિદ્ધિયોગ સાંજે 8 કલાકથી શરૂ થશે આ યોગમાં હનુમાનજીની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે.
આ રીતે કરો પૂજન અર્ચન
ॐ હનુમતૈ નમ: અથવાતો અષ્ટાદશ મંત્ર ॐ ભગવતે આન્જનેયાય મહાબલાય સ્વાહાનો જાપ કરો. પૂજામાં ચોલા, સુગંધિત તેલ અને સિંદૂર ચડાવો રામચરિત માનસનો પાઠ કરો,સુંદરકાંડનો પાઠ કરો, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરેનો પાઠ કરી ઉપાસનાથી લાભ થાય છે.
શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે હનુમાનજી હજી પણ પૃથ્વી પર રહે છે. તેઓ ચિરંજીવી છે. સૂર્યપુત્ર હનુમાનજી રામ અને ભગવાન શિવના ભક્ત છે. જે રોજ તેમની પૂજા કરે છે જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે.
જે લોકોની કુંડળીમાં શનિ જેવા ગ્રહોની અશુભ અસર હોય હનુમાનજીની પૂજા કરે તો શનિદેવને લગતી સમસ્યાઓ દૂર થાય છે. તેમની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા, ભૂત, અવરોધ, મૃત્યુ વગેરેથી સંપૂર્ણ મુક્તિ મળે છે.