એકસાથે બે બે અભિનેતાને ડેટ કરતી અભિનેત્રીએ કર્યો ખુલાસો, જણાવ્યું બ્રેકઅપનું સાચું કારણ!

BOLLYWOOD

બિગ બોસ 14ના ઘરમાં આવેલા કેટલાક સ્પર્ધકોના રહસ્યો હવે દિવસો વીતે એમ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. પવિત્રા પુનિયાએ બિગ બોસના ઘરે બોયફ્રેન્ડ પ્રતિક સહજપાલ સાથેના બ્રેકઅપ અંગે પણ ખુલાસો કર્યો છે. બિગ બોસના એક અનસીન વીડિયોમાં પવિત્રા જાસ્મિન ભસીનને તેના બ્રેકઅપની કહાની કહેતી દેખાઈ રહી છે.

આ વીડિયો ક્લિપમાં પવિત્રા જાસ્મિનને હેડ મસાજ આપી રહી છે. આ સાથે પવિત્રા કહે છે કે તેણે ફક્ત એટલા માટે પ્રતીક સાથેના સંબંધોને સમાપ્ત કર્યા કારણ કે તે પ્રતીકની કારકિર્દીમાં રૂકાવટ બનવા માંગતી નહોતી. પ્રતિકની કારકિર્દી હમણાં જ શરૂ થઈ હતી અને તેમાં કોઈ જ અવરોધ મારા લીધે પેદા ન થાય તેથી અમારા સંબંધોને સમાપ્ત કરવાનું મને વધુ સારું લાગ્યું હતું

પ્રતિક સાથેની તેની વાતચીતને યાદ કરતાં પવિત્રાએ કહ્યું- ‘તમે હવે બાળક નથી રહ્યાં, તમારે તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમે મારા કરતા નાના પણ છો. હવે તમે મારી મહાનતા ગણો કે સમજણ ગણો. તમારી કારકિર્દી માટે તમારી સાથે મારું રહેવું ખોટું હતું કારણ કે ગુસ્સે થઈને હું કોઈ વસ્તુને પસંદ ન કરીને તમારા કરિયરમાં આડે આવવા નથી માંગતી.

તેમણે મીડિયા રિપોર્ટ્સ પર પણ ખુલાસો આપ્યો અને કહ્યું – ‘કેટલાક મીડિયા રિપોર્ટ આવ્યા હતા કે મેં તેને રાત્રે ઘરેથી કાઢી મૂક્યો હતો. પરંતુ એવું કંઇ બન્યું ન હતું’. પવિત્રાએ પ્રતીકની પ્રતિક્રિયા પર આગળ કહ્યું- ‘જ્યારે મેં તેને કહ્યું કે મારે તેની સાથે રહેવું નથી. ત્યારે તે ખૂબ આક્રમક થઈ ગયો હયો. તેણે દિવાલ પર એક મુક્કો માર્યો જેથી તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું’. ઉલ્લેખનીય છે કે પવિત્રાએ કહ્યું હતું કે તેણે એક સમયે બે લોકોને ડેટ કર્યા હતા. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે પવિત્રા આ ઈશારો પારસ છાબરા પર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.