એક સાથે 7 બાળકોને જન્મ આપનારી મહિલા પર તૂટ્યો દુ:ખોનો પહાડ

WORLD

થોડા દિવસો પહેલા પાકિસ્તાનના એબોટાબાદમાં રહેતી એક મહિલાએ એક સાથે 7 બાળકોને જન્મ આપ્યો હતો. પોતાની અનોખી ડિલિવરીને કારણે આ મહિલા તે સમયે ઘણી ચર્ચામાં રહી હતી. જોકે હવે મહિલા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અયુબ ટીચિંગ હોસ્પિટલના પીડિયાટ્રિક નર્સરી વોર્ડના ડોકટરોના જણાવ્યા અનુસાર, આ સાત નવજાત બાળકોમાંથી પાંચનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે અને બાકીના બેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડના ઈન્ચાર્જ ડૉ. એજાઝ હિસૈને જણાવ્યું હતું કે છઠ્ઠા બાળકનું પણ મંગળવારે મૃત્યુ થયું હતું, જ્યારે સાતમા બાળકની પ્રિમેચ્યોરિટીના કારણે સારવાર ચાલી રહી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર આ સાતેય બાળકો સમય પહેલા જન્મ્યા હતા અને તેમનું વજન લગભગ 1 કિલો જેટલું હતું. પ્રીમેચ્યોર હોવાને કારણે આ બાળકોને ઘણી સમસ્યાઓ હતી.

હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર, રાજા મહેબૂબ જંજુઆએ જણાવ્યું હતું કે એક બાળક, જે જન્મથી ઇન્ક્યુબેટરમાં હતું, તેનું બે દિવસ પછી મૃત્યુ થયું હતું. એક જટિલ ઓપરેશન પછી, મહિલાએ એક સાથે સાત બાળકોને જન્મ આપ્યો. જો કે, અગાઉના અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાના પેટમાં પાંચ બાળકો છે પરંતુ ડિલિવરી સમયે તેણે સાત બાળકોને જન્મ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.