કોરોનાવાઈરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.કોરોના સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે કોરોના વાઇરસના કારણે અનેક દેશમાં લોકડાઉન લાગુ છે.કોરોના વાઇરસ સૌથી પહેલા ચીનમાં થયો હતો જે હાલમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે અને સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ અમેરિકામાં છે.ભારતમાં પણ કોરોના ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.લોકડાઉનમાં દરેક લોકોને કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
લોકડાઉનમાં સરકારે પણ તેમની જનતા માટે અલગ અલગ રાહતના પેકેજ બહાર પાડ્યા છે.લોકડાઉનના કારણે દરરોજ લાવતા અને દરરોજ ખાતા હોય તેવા લોકોને એક સમયનું ભોજન પણ પ્રાપ્ત થતું નથી.આ સમયે તેમને ઘણી વિકટ પરિસ્થિમાંથી પસાર થવું પડ્યું છે.જેના કારણે અમુક દેશોમાં લોક ડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.દુકાનો, ફેક્ટરી, મોલ્સ અને સ્ટ્રીટ ફૂડ બંધ થઇ ગયા છે. આ લોકડાઉનમાં અનેક દેશની સરકારે પોતાની જનતા માટે રાહત ફંડ જાહેર કર્યા છે, જેથી તેઓ બે ટકનું ભોજન મળી રહે પરંતુ આ સમગ્ર સ્થિતની સૌથી વધુ અસર ટૂરિઝમ ક્ષેત્રે થઇ છે.
થાઈલેન્ડ મસાજ અને ટૂરિઝમ માટે પ્રખ્યાત ખુબજ પ્રખ્યાત છે ત્યાં વિદેશથી લોકો આવે છે જ્યાં ઘણી સેક્સવર્કરો કામ કરે છે પરંતુ આ લોકડાઉનના સમયમાં એર લાઇન્સ બંધ કરી દેવામાં આવી છે જેથી ત્યાં વિદેશી ટુરિસ્ટ આવતા બંધ થઈ ગયા છે અને સેક્સવર્કરોની આવક બંધ થઈ ગઈ છે. થાઇલેન્ડમાં સ્થિતિ દિવસે ને દિવસે ભયાનક થઇ રહી છે. અહીં સેક્સ ઇન્ડસ્ટ્રી લોકડાઉનના કારણે સૌથી વધુ પ્રભાવિત થઇ છે. આ દેશમાં 3 લાખ સેક્સ વર્કર્સ રસ્તા પર આવી ગઇ છે.
સ્થિતિ તો એવી થઇ છે કે ક્યારેક મોંઘી હોટેલ્સમાં રહેતી સેક્સ વર્કર્સ માત્ર થોડા જ રૂપિયા માટે કસ્ટમર્સના ઘરે પણ જવા તૈયાર છે, તેમ છતા તેમની સર્વિસ લેવાવાળું કોઇ મળતું જ નથી.કોરોનાવાઈરસના કારણે થાઇલેન્ડમાં પાર્ટી સીન્સ ખતમ થઇ ગયા છે. આ કારણે અનેક સેક્સ વર્કર્સ હવે રસ્તા પર રહેવા મજબૂર થઇ ગઇ છે.તેમને કોરોનાવાઈરસનો તો ડર છે.જે સાથે પૈસાની પણ જરૂરિયાત છે.આથી તેઓ હજુ પણ કસ્ટમર્સ શોધી રહી છે.
થાઇલેન્ડે પોતાના સેક્સ ટૂરિઝમ માટે અનેક દેશના લોકોમાં ફેમસ છે. એમ્પાવર્ડ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે થાઇલેન્ડમાં સેક્સ વર્કર્સના અધિકારોની વકાલત કરનારા એક સંગઠન મનોરંજન સ્થાન રાજસ્વમાં પ્રતિવર્ષ અંદાજે 6.4 બિલિયન અમેરિકન ડોલરની કમાણી કરે છે અને સેક્સ વર્કર્સ રાજ્યના ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીનો ચારથી 10 ટકા હિસ્સો છે.આ સેક્સવર્કરો કહે છે કે આ કોરોના ના કારણે લોકોને ભય થાય છે કે અમારી જોડે આવવાથી અમને પણ કોરોના થઈ શકે છે.
એક સમયે અહીં સેક્સ વર્કર્સ એક રાતના 20 હજારથી પણ વધુ કમાણી કરતી હતી પરંતુ હવે મોટાભાગની વર્કર્સ ભૂખે મરી રહી છે.પરંતુ જ્યારથી દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.ત્યારથી અહીં બહારના દેશના લોકોના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને સેક્સ ઇન્ડસ્ટ્રીઝ ઠપ્પ થઇ ગઇ છે. 26 માર્ચથી અહીં કમ્પ્લિટ લોકડાઉન લાગુ છે.હવે આ દેશમાં ના તો બહારથી ટૂરિસ્ટ આવે છે અને ના તો અહીં સ્થાનિક લોકોથી સેક્સ વર્કર્સને કમાણી થતી નથી. આ વર્કર્સ રસ્તા પર રહેવા મજબૂર બની છે.
થાઇલેન્ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીએ સ્વીકાર્યું કે અત્યાર સુધીમાં તેમણે પાંચ મિલિયન ટૂરિસ્ટ ગુમાવ્યા છે. સાથે જ અહીં નાઇટ ક્લબ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.એક સેક્સ વર્કર્સે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે છેલ્લા 20 દિવસથી તેને એકપણ કસ્ટમર મળ્યો નથી.કોઇ વાઈરસના ડરથી તેમનો સ્પર્શ પણ કરતું નથી. ઉલ્લેખનીય છે કે થાઇલેન્ડનની સરકારે 58 બિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ તેનાથી સેક્સવર્કર્સને કોઇ મદદ મળી નથી.હવે એનજીઓ આ સેક્સ વર્કર્સની મદદ માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે, જેથી તેમના જીવનમાં લોકડાઉનના કારણે મહદઅંશે મદદ મળી રહે.