‘એક છોકરીએ આખી દુનિયા બદલી દીધી’, IAS અને IPS બનવા માટે ગર્લફ્રેન્ડે કરી હતી મદદ

GUJARAT

કોઈએ સાચુ કહ્યું છે કે એક પુરૂષની સફળતા પાછળ એક મહિલા હોય છે. આંતરરાષ્ટ્રિય મહિલા દિવસનાં અવસર પર અમે તમને એક એવા IAS, IPSની વાત સંભળાવી રહ્યા છીએ જેમણે સફળતાનો શ્રેય પોતાની ગર્લફ્રેન્ડને આપ્યો છે. આવો જાણીએ કોણ છે આ વ્યક્તિ. આ વ્યક્તિનું નામ મનોજ કુમાર શર્મા છે, જે મહારાષ્ટ્ર કેડરથી IPS ઑફિસર છે. 12માં ધોરણમાં નિષ્ફળ રહ્યા બાદ કોઈએ વિચાર્યું નહોતુ કે એક દિવસ આ છોકરો IPS ઑફિસર બની જશે, પરંતુ મનોજ શર્માએ પોતાની ગર્લફ્રેન્ડનાં એક વાયદા પર એવો યૂટર્ન લીધો કે લક્ષ્ય પાર પાડ્યું.

ભાઈનો ટેમ્પો ચલાવતા હતા IPS મનોજ

12માં ધોરણમાં નિષ્ફળ થયા બાદ મનોજ પેટ ભરવા માટે ભાઈનો ટેમ્પો ચલાવતા હતા. તેમણે જણાવ્યું કે, “એક દિવસ અમારો ટેમ્પો પકડાઈ ગયો, ત્યારબાદ મે વિચાર્યું કે એસડીએમને કહીને છોડાવી શકાય છે. હું તેમની પાસે ટેમ્પો છોડાવવાની વાત કરવા ગયો, પરંતુ આ કહી જ ના શક્યો. ફક્ત તેમને એ પુછ્યું કે તમે કઇ રીતે તૈયારી કરી. ત્યારબાદ મે નક્કી કર્યું કે હવે આ જ કરીશ.”

2018ની યૂપીએસસી પરીક્ષાનાં ટૉપર છે કનિષ્ક

મનોજે જણાવ્યું કે, “હું જે છોકરીને પ્રેમ કરતો હતો મે તેને કહ્યું કે તુ જો હા કહે તો હું દુનિયા બદલી શકુ છું. તેણે મારો સાથ આપ્યો. આ રીતે પ્રેમમાં સફળતા બાદ મે તૈયારીઓ શરૂ કરી અને ચોથા પ્રયાસમાં આઈપીએસ બની ગયો. મારી સફળતા પાછળ મારા પ્રેમનો હાથ છે.” બીજા વ્યક્તિનું નામ કનિષ્ક કટારિયા છે. જે વર્ષ 2018ની યૂપીએસસી પરીક્ષાનાં ટૉપર છે. ગત વર્ષે જ્યારે યૂપીએસસી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તો તેમણે પેરેન્ટ્સ, બહેનની સાથે સાથે ગર્લફ્રેન્ડને મદદ અને મોરલ સપોર્ટ કરવા માટે આભાર માન્યો.

કનિષ્ક જયપુરનાં રહેવાસી છે. કનિષ્કે પહેલા જ પ્રયાસમાં યૂપીએસસી પાસ કરી છે. જ્યારે તેમણે પોતાની સફળતાનો શ્રેય ગર્લફ્રેન્ડને આપ્યો ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી જ ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *