અજાણી વાતોઃ અભિનેત્રી ન હોત તો શું હોત મલ્લિકા શેરાવત!

Uncategorized

બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે. હાલમાં તે એક્ટ્રેસ એમ એક્સ પ્લેયરની વેબ સિરિઝ નકાબમાં જોવા મળી છે. એક્ટ્રેસ આજે 45મો જન્મદિવસ મનાવી રહી છે. મલ્લિકાનો જન્મ હરિયાણાના હિસારમાં થયો છે. પણ શું તમે જાણો છો મલ્લિકાના જીવનની અજાણી વાતો.

જાણો મલ્લિકા શેરાવતનું સાચું નામ

મલ્લિકાનો જન્મ રોહતકના જાટ પરિવારમાં થયો હતો. તેનું સાચું નામ રીમા લાંબા હતું. એકટ્રેસ હરિયાણાના ફેમસ સોશ્યલ એક્ટિવિસ્ટ અને ફ્રીડમ ફાઈટર સેઠ છજ્જૂ રામના પરિવારમાં જન્મી હતી. તેમના પિતા મલ્લિકાને આઈએએસ બનાવવા ઈચ્છતા હતા. પણ મલ્લિકા ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતી હતી. પરિવારે મલ્લિકા સાથે સંબંધો તોડ્યા અને તે મુંબઈ આવી.

ફિલ્મોમાં એક્ટિંગ પહેલા મલ્લિકા હતી એર હોસ્ટેસ
ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા એર હોસ્ટેસનું કામ કરતી હતી. તેઓએ કરિયરની શરૂઆત 2002માં ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિએ’થી કરી. ‘ખ્વાહિશ’ સાથે ડેબ્યૂ કર્યું. તેને કરિયરની ઓળખ 2004માં અનુરાગ બસુની ફિલ્મ ‘મર્ડર’થી મળી. જેમાં તેણે 17 કિસિંગ સીન આપ્યા હતા. તે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને પણ સતત ચર્ચામાં રહી છે.

આવી રહી છે મલ્લિકાની કરિયરની સફર

આ પહેલી એવી બોલિવૂડ એક્ટ્રેસ હતી જેણે પ્લેબોય મેગેઝીનના કવર પેજ પર આવવાનો મોકો મળ્યો હતો. આ માટે તેણે ન્યૂડ ફોટો શૂટ કરવાની મનાઈ કરી. તેને ડર હતો કે તેને બોલિવૂડમાં બ્લેકલિસ્ટ કરી દેવાશે. આ સિવાય અનેક કોમેડી ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે. હિંદી અને અંગ્રેજી સિવાય ચાઈનીઝ ફિલ્મોમાં પણ મલ્લિકાએ કામ કર્યું છે. ઈન્ટરનેશનલ સ્ટાર જૈકી ચેનની સાથે રોલ કર્યો છે અને કેટલીક હોલિવૂડ ફિલ્મોમાં પણ તે જોવા મળી છે. તેણે 2 લગ્ન કર્યા છે અને બંનેમાં છૂટાછેડા લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *