અમદાવાદનો યુવક મહિલાઓને ફ્રીમાં ઇનરવેર આપવાની લાલચ આપી કરતો આવું કામ

GUJARAT

અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી અલગ અલગ 2 મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી (Fraud) કરતો હતો. નોંધનીય છે કે આરોપી મહિલા (Woman)ઓને ફ્રી ઇનરવેર (Free underwear) આપવાના બહાને તેમના અંગત ફોટો મેળવી બ્લેકમેલ (Blackmail) કરતો હતો.

અમદાવાદ સાયબર ક્રાઈમે આરોપી સુરજ ગાવલેની મોડસ ઓપરેન્ડી જાણી ચોંકી ગઇ હતી. આરોપી સામે એક મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી અને જેમાં તેને મહિલાના કપડાં અને કપડાં વગરના ફોટો મેળવી તેમને વ્હોટ્ટસએપમાં બીભત્સ મેસેજ કર્યા હતા અને સાથે જ મહિલાને વીડિયો મોકલી બ્લેકમેલ પણ કરતો હતો. જેના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આરોપી અલગ-અલગ રીતે મેસેજ કરી મહિલાઓને ફ્રીમાં ઇનરવેર આપવાનું કહી તેમની પાસેથી ફોટો મંગાવી બ્લેકમેલ કરતો હતો.

સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે, આરોપી મહિલાઓને બ્લેકમેલ કરવાની સાથોસાથ શ્રી રામ ફાઇનાન્સ ગ્રુપમાંથી લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી પણ કરતો હતો. સાયબર ક્રાઈમમાં એક ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, આરોપીએ વાર્ષિક 1.2ના ટકા દરે લોન અપાવે છે અને તેમની પાસેથી 1.36 લાખની છેતરપિંડી કરી તેમને લોન નહીં અપાવી છેતરપિંડી કરી હતી. જેથી આરોપીની બંને ગુનામાં ધરપકડ કરી છે.

આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ધોરણ 12 સુધીનો અભયાસ કરેલ છે અને તેને અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *