પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડે હમણાં મારી સાથે બ્રેક-અપ કર્યું છે. મને તેના પર બહુ ગુસ્સો આવે છે અને ઇચ્છા થાય છે કે તેની સાચી હકીકતના પોસ્ટર છપાવીને આખા વિસ્તારમાં લગાવી દઉં. મારી આ ભાવના પર હું કઇ રીતે કાબૂ મેળવી શકું?
એક યુવક (વડોદરા)
ઉત્તર : આપણા માટે બોલવું સરળ છે કે રાજીખુશીથી બ્રેક-અપ થઇ શકે છે પરંતુ કરવું મુશ્કેલ છે. જોકે બ્રેક-અપ કરવાના પણ કેટલાક નિયમો છે. હકીકતમાં સંબંધને પૂર્ણ કરવા માટે ટેક્સ્ટ મેસેજ બિલકુલ સાચું માધ્યમ નથી. તમે આ પ્રકારના મેસેજ જો શબ્દોમાં લખીને વ્યક્ત કરો છો તો કોઈ ભાવના દેખાશે નહીં. બ્રેક-અપ પછી સંબંધને સારી રીતે જાળવવાની કોશિશ કરશો નહીં. જો તમને ખબર હોય કે તમે તેની જિંદગીમાં પરત ફરવાના નથી તો મીઠાશભરી વાતો કરીને સંબંધને લટકાવવાનો કોઈ મતલબ નથી. સીધા સ્પષ્ટ શબ્દોમાં અલગ થવાનું કારણ જણાવીને કાયમ માટે રસ્તા અલગ કરી દો.
પોતાના પૂર્વ પ્રેમી અથવા પાર્ટનરથી અલગ થયા બાદ કોમન ફ્રેન્ડ વચ્ચે એવી ઈચ્છા થાય કે એક્સ પાર્ટનરની બુરાઇ કરો પણ આ ઇચ્છા પર સમજણપૂર્વક પુર્ણવિરામ મૂકી દો. બ્રેક-અપ પછી તમારા તૂટેલા સંબંધો અને એક્સ વિશે વિચારવાનું બંધ કરો. આ કરવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. તમારી જાતને વ્યસ્ત રાખો અને બીજા કામમાં મન લગાવવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમારું ધ્યાન હટશે અને તમે એક્સની યાદોમાંથી ધીમે ધીમે બહાર આવી શકશો.
પ્રશ્ન : હું અને મારા પતિ બંને પ્રોફેશનલ છીએ અને કામમાં સતત વ્યસ્ત રહીએ છીએ જેના કારણે રાત્રે એટલા થાકી જઇએ છીએ કે અમારામાં જાતીય સંબંધ માણવાની પણ ઊર્જા રહેતી નથી. મારી આ સમસ્યાનો શું ઉકેલ છે?
એક યુવતી (સુરત)
ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. આ સંજોગોમાં તમે મોર્નિંગ સેક્સનો વિકલ્પ અપનાવી શકાય. રાત્રિની સારી નિદ્રા બાદ સવારે સવારે બોડી વર્કઆઉટ માટે એકદમ રેડી હોય છે અને સેક્સથી વધારે મોટું વર્કઆઉટ સવારે શું હોઈ શકે? રાત્રિ કરતા સવારે કરવામાં આવેલા સમાગમ કરવાથી ફીલ ગુડ કેમિકલ એટલે કે ઓક્સિટોસિન રિલીઝ થાય છે જેના કારણે કપલ્સ વચ્ચે દિવસભર બોન્ડિંગ બની રહે છે.