અદભૂત ! સેલ્ફી વેચી 22 વર્ષના છોકરાએ કરી કરોડો રૂપિયાની કમાણી

WORLD

સેલ્ફી વેચીને કોઈ કરોડપતિ બની શકે? જો તમે એકવાર આ વિશે વિચારશો તો તમને આશ્ચર્ય થશે. પણ આ વાત સાચી છે. આ 22 વર્ષના છોકરાએ સેલ્ફી વેચીને £733,500 (રૂ. 7 કરોડથી વધુ) કમાવ્યા છે. એક ન્યૂઝ એજન્સીએ ઈન્ડોનેશિયાના એક છોકરાની સક્સેસ સ્ટોરી પ્રકાશિત કરી છે. હવે આ બધું કેવી રીતે થયું, આ છોકરો સેલ્ફીથી કરોડપતિ કેવી રીતે બન્યો? તો અમે તમને આ જણાવીશું.

આ 22 વર્ષના છોકરાની ઓળખ સુલતાન ગુસ્તાફ અલ ખોઝાલી તરીકે થઈ છે. તે કોમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી છે. સુલતાને તેની 18 વર્ષની ઉંમરની 1000 સેલ્ફી લીધી હતી. તેણે આ સેલ્ફીનો વીડિયો પ્રોજેક્ટ ‘ગોજાલી એવરીડે’ના નામે બનાવ્યો. શરૂઆતમાં તેણે આ વીડિયો પ્રોજેક્ટ એ વિચારીને બનાવ્યો કે લોકોને તે રમુજી લાગશે. પરંતુ તેમનો પ્રોજેક્ટ અને ફોટો NFT (NFT: Non-Fungible Token) દ્વારા ખરીદવામાં આવ્યા હતા.

NFT કલેક્ટરે ગોજાલીની આ તસવીરો ખરીદી હતી

NFTs એ ડિજિટલ વસ્તુઓ છે, જે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે. મળતી માહિતી મુજબ વિશિષ્ટ પ્લેટફોર્મ પર ક્રિપ્ટોકરન્સી અને NFTsની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. NFT કલેક્ટરે ગોજાલીની આ તસવીરો ખરીદી હતી. ગોઝાલીએ NFT ઓક્શન સાઇટ ઓપનસી પર ક્રિપ્ટોકરન્સી માટે તેની સેલ્ફી વેચી. ગોજાલી કહે છે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કાઈ મારી સેલ્ફી ખરીદશે. ત્યારે તેની કિંમત માત્ર 3 ડોલર રાખવામાં આવી હતી.

400થી વધુ લોકોએ આ તસવીરો ખરીદી

પરંતુ જ્યારે એક સેલિબ્રિટી શેફે તેમને ખરીદ્યા અને સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યો તો 400થી વધુ લોકોએ આ તસવીરો ખરીદી લીધી. ગોજાલીએ અત્યાર સુધીમાં કરોડોની કમાણી કરી છે. પરંતુ તેણે પરિવારના સભ્યોને આ માહિતી આપી નથી. ગોજાલીના ટ્વિટર પર માત્ર 40 હજાર ફોલોઅર્સ છે. પરંતુ જ્યારે પણ હરાજી થવાની હોય છે ત્યારે તે તેના અપડેટ્સ સતત શેર કરતો રહે છે. તાજેતરમાં આ 22 વર્ષીય વિદ્યાર્થીએ પણ આવકવેરો ભર્યો છે.

NFT શું છે?

નોન-ફંગિબલ ટોકન (NFT) સૌપ્રથમ 2014 માં લોકોની નજરમાં આવ્યું હતું. NFT એ એક અલગ પ્રકારનો અપરિવર્તનશીલ ડેટા છે. જે વાસ્તવિક દુનિયામાં પણ જોવા મળે છે. આમાં લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને મૂળ નકલ ડિજિટલ આર્ટ ખરીદે છે અને વેચે છે. દરેક ડિજિટલ આર્ટનો એક અનન્ય કોડ હોય છે

Leave a Reply

Your email address will not be published.