અભિનંદનને અભિનંદન: બાલાકોટ એર સ્ટ્રાઈકના હીરો અભિનંદનને એરફોર્સે ગ્રુપ કેપ્ટન બનાવ્યા

nation

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના ફાઈટર જેટને ધ્વસ્ત કરનારા અભિનંદન વર્તમાનને દિવાળી પહેલા મોટી ગિફ્ટ મળી ગઈ છે. પાકિસ્તાની એરફોર્સના F-16 વિમાનને Mig-21થી ખદેડીને તોડી પાડનારા જાંબાઝ પાયલોટ અભિનંદન વર્તમાનને ઈન્ડિયન એરફોર્સે ગ્રુપ કેપ્ટન રેન્ક પર પ્રમોશન આપ્યું છે. અભિનંદન તે સમયે એરફોર્સમાં વિંગ કમાન્ડર હતા.

એરફોર્સમાં ગ્રુપ કેપ્ટનનું પદ ભારતીય સેનામાં કર્નલની સમકક્ષ હોય છે. અભિનંદન વર્તમાન શ્રીનગર સ્થિત 51 સ્ક્વોડ્રનનો હિસ્સો હતો. તેણે 27 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનની ભારતમાં ઘુસવાના પ્રયત્ન પર પાણી ફેરવી દીધુ હતું. ભારતે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહ સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરીને ધ્વસ્ત કરી દીધા હતો.

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના F-16 ફાઈટર વિમાને ભારતમાં ઘુસણખોરી કરી હતી. એ સમયે અભિનંદન વર્તમાને Mig-21થી દુશ્મન દેશના વિમાનનો પીછો કર્યો અને તેને તોડી પાડ્યું હતું. જો કે અભિનંદનનું ફાઈટર વિમાન પણ પાકિસ્તાનની સરહદમાં જઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જે બાદ અભિનંદનને પાકિસ્તાને બંધક બનાવ્યા.

જે બાદ અમેરિકા સહિત વિશ્વના તમામ દેશોએ બાલાકોટ એરસ્ટ્રાઈક મુદ્દે ભારતને સમર્થન આપ્યું હતું. ભારત અને વિશ્વના અન્ય દેશોના દબાણ આગળ પાકિસ્તાનને નમતુ જોખવું પડ્યું અને અભિનંદન વર્તમાનને સમ્માન સાથે ભારતને સોંપી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *