સવાલ.મારી ઉંમર 22 વર્ષની છે. એનલ સેક્સ કોને કહેવાય? સ્ત્રીને કેવું લિંગ વધુ આનંદ આપી શકે. લંબાઇમાં વધુ હોય તે કે જેની જાડાઇ વધારે હોય તે. જવાબ.એનલ સેક્સ એટલે કે ગુદા મૈથુન. આમ કરવાથી એઇડ્સ થવાની શક્યતાઓ રહેલ છે. નિરોધનો ઉપયોગ જરૂરી છે. સ્ત્રી જાતિય આનંદનો આધાર શિશ્નના આકાર, લંબાઇ કે જાડાઇ ઉપર રહેલ નથી. ઇન્દ્રિયની લંબાઇ કે જાડાઇ નહીં, કલા અને ગુણવતા મહત્વ ધરાવે છે. કારણ કે આનંદ માટે સંવેદના જરૂરી છે. જે સ્ત્રીના યોનિમાર્ગની બહારના ભાગમાં અને આગળના બે ઇંચમાં જ હોય છએ. પાછળનો ચાર ઇંચમાં સંવેદના નહિવત જ હોય છે.
વળી યોનિમાર્ગ એક પ્રસારણક્ષમ, સ્ટ્રેચેબલ અવ્યવ છે. સમાગમ વખતે ઇન્દ્રિયની જાડાઇ જેટલુ અને નવજાત શિશુના જન્મ સમયે તેના માથા જેટલું પહોળુ થઇ શકે છે. આટલું જાણયા પછી પણ જો આપને લંબાઇ વધારવી જ હોય તો એક જ રસ્તો છે. એક આપ ઓપરેશન દ્વારા લંબાઇ અને જાડાઇ વધારી શકો છે. બાકી હાથથી ખેંચવાથી કે હસ્તમૈથુન દ્રારા લિંગની લંબાઇ કે જાડાઇમાં કોઇ જ ફેર પડી શકે નહી.
સવાલ.સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય છે? પુરુષો સેક્સમાં ક્યુ આસન વધારે પંસંદ કરે છે.જવાબ.75 ટકા જેટલી ભારતીય સ્ત્રીઓનું કહેવું છે કે, સમાગમ દરમિયાન તેઓ પોતે ઉપર અને પુરુષો નીચે હોય એવી સ્થિતિ પંસંદ કરે છે. કારણ કે આ આસનમાં તેમની પાસે જ કંટ્રોલ હોય છે અને સાથે સાથે વિર્ય સ્ખલન થતા પણ વાર લાગે છે અને આમ છતાં પણ મોટાભાગના યુગલો મેલસુપીરિયર આસન જ પુરુષોની પંસંદમાં કોઇ સામ્યતા જોવા મળેલ નથી. આ તો કોઇકને ચાઇનિઝ ભાવે તો કોઇક ને પંજાબી કે ગુજરાતી વળી કોઇક ઇટાલિન પણ વધારે પંસદ આવી શકે છે.
તે જ રીતે સંભોગ માં પણ પોતાને અને સાથીને અનુકુળ હોય તેવી સ્થિતિમાં જાતીય જીવન માણી શકે છે અને કોઇવાર પરિસ્થિતિ પ્રમાણે પણ આસન બદલવા પડે છે જેમે સગર્ભા અવસ્થાના છેલ્લા મહિનાઓમાં પેટ પર વજન ના આવે તે જરૂરી છે તો તે સમયે સાઇડ બાય સાઇડ આસન વધારે અનુકુળ છે ટુંકમાં દામ્પ્તય જીવનમાં પતિ-પત્ની એ પોતાની અંગત સૂઝબૂઝ વાપરી પારસ્પરિક ઇચ્છાને અનુરૂપ સમાગમ કરવો જોઇએ.
સવાલ: આજથી આઠ મહિના પહેલા મારા લગ્ન થયા હતા અને મારી ઉંમર 22 વર્ષ છે જ્યારે મારા પતિની ઉંમર 38 વર્ષ છે અને મને મારો પતિ પસંદ નથી અને તેની સાથે જાતિય સુખ માણવાની મજા પણ નથી આવતી તેમજ મારા માતા પિતાએ ભાવનાત્મકરીતે દબાણ કરીને આ મોટી ઉંમરના પુરુષ સાથે બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા હું 22 વર્ષની યુવતી છું જ્યારે મારો પતિ 38 વર્ષનો પુરુષ છે. મારા પતિનો પરિવાર રૂઢિચુસ્ત છે માટે તેમની સાથે રહેવું પણ અઘરું છે અને આ કારણે હું હતાશ થઈ ગઈ છું અને સ્વભિમાન ગુમાવી ચૂકી છું અને હું મારું જીવન જીવવા માગુ છું તો મારે હવે શું કરવું જોઈએ.
જવાબ.અમને તમારી સમસ્યા જણાવવા બદલ આભાર હું સમજી શકું છું કે તમે એક પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને જો હું તમને પહેલી એવી સલાહ આપું છું કે પોતાનું દુખ વ્યક્ત કરવા માટે કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને જે હજુ પણ ઘણાં એવા પરિવારો છે કે જ્યાં લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.જો તમારી ઉંમર 22 વર્ષ છે જ્યારે તમારા પતિની ઉંમર 38 વર્ષ છે અને તમારા લગ્ન પણ બળજબરીથી કરાવવામાં આવ્યા છે તો આ સંબંધમાંથી બહાર નીકળવાનો તમારો અધિકાર છે અને આ માટે તમારે મદદની જરૂર છે. શું તમને કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય મદદ કરી શકે તેમ છે અને આ માટે તમે મહિલા પોલીસની મદદ પણ લઈ શકો છો.
જે પુરુષ તમને પસંદ નથી તેની સાથે સંભોગ કરવું પણ ખૂબ અઘરું છે તો હું વિચારી શકું છું કે તમે દરરોજ કેવી યાતનામાંથી પસાર થઈ રહ્યા છો અને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ અઘરો છે તેમજ હું તમને એવી સલાહ પણ આપવા માગુ છું કે શાંતિથી વિચારો અને નક્કી કરો કે તમને જીવનમાં ખરેખર શું જોઈએ છે અને તમે તે કેવી રીતે પ્રાપ્ત કરશો.સવાલ.મારી ઉમર 26 વર્ષ છે અને મારા ગુપ્તાંગની ચામડી ઢીલી છે અને હુ હસ્તમૈથુનની આદતને કારણે પત્નીને સંતોષ આપી શકતો નથી.જવાબ.ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી.
દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થા માં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં. અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે અને બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી. એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે.
હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ વ્રજોલી, અશ્વિની મુદાષી અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે.અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ)થી સંતોષ આપવો.