આટલી વસ્તુઓ પર ક્યારેય અહંકાર ન કરવો, જાણી લો આમાંથી તમને કોઈનું અભિમાન નથી ને?

DHARMIK

ભારતના અગ્રણી વિદ્વાનોમાં ગણાતા આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને ભવિષ્યમાં સફળ થવાની અને નિરાશાને દૂર કરવાનો રસ્તો બતાવે છે. આ જ કારણે આજે પણ ચાણક્યની નીતિઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે. ચાણક્ય નીતિમાં એક શ્લોક દ્વારા આચાર્ય કહે છે કે માણસે કદી આટલી વસ્તુઓ પર ઘમંડ ન રાખવો જોઈએ.

दाने तपसि शौर्यं वा विज्ञाने विनये नये ।
विस्मयो न हि कर्तव्यो बहुरत्ना वसुन्धरा ।।

આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે મનુષ્યને આટવી વસ્તુઓ પર ઘમંડ ન કરવો જોઈએ.

દાન
તપ
બહાદુરી
વિદ્વતા
સુશીલતા

ચાણક્ય કહે છે કે માનવમાં ક્યારેય અહંકારની ભાવના હોવી જોઈએ નહીં. કારણ કે આ પૃથ્વી પર એક કરતા વધારે દાતા, તપસ્વી, યોદ્ધા, વિદ્વાન અને નીપુણ વ્યક્તિઓ હાજર છે. ચાણક્ય આ શ્લોકમાં કહે છે કે દુષ્ટ લોકોનો સાથ છોડી દો અને સજ્જનોની સાથે રહો. રાત દિવસ સારા કાર્યો કરો અને હંમેશા ભગવાનને યાદ કરો. આ માણસનો ધર્મ છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિએ હંમેશા નમ્ર લોકો સાથે રહેવું જોઈએ અને દુષ્ટ વૃત્તિના લોકોથી દૂર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *