આર્યન ખાનના જામીન ઓર્ડરની કોપી સામે આવી, બોમ્બે હાઇકોર્ટનો મોટો ખુલાસો

BOLLYWOOD

આર્યન ખાનને મુંબઇ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મળેલ જામીનના ઓર્ડરની માહિતીની કોપી બોમ્બે હાઇકોર્ટે જાહેર કરી દીધી છે. તેમા હાઇકોર્ટે કહ્યું કે, આર્યન ખાન પાસે કોઇ પણ પ્રકારનો પદાર્થ મળ્યો નહોતો. સાથે જ આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધમેચા વિરૂદ્ધ કોઇ પણ પ્રકારના ષડયંત્રના પુરાવા મળ્યા નથી.

આર્યન ખાનની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ 2 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. તેના પર મુંબઇથી હોવા જનાર ક્રૂઝની ડ્રગ્સ પાર્ટીમાં સામેલ થવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને બાદમાં આર્યનને કસ્ટડીમાં લેવાંમાં આવ્યો હતો. તેની સાથે અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત અન્ય 20 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ન્યાયિક કસ્ટડી મળ્યા બાદ આર્યન ખાનને મુંબઇની આર્થર રોડ જેલમાં ત્રણ અઠવાડિયા પણ ગુજારવા પડ્યા હતા. 28 ઓક્ટોબરે આર્યનને હાઇકોર્ટથી જામીન મળ્યા હતા.

હવે બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાનના જામીનના ઓર્ડરની કોપી જાહેર કરી છે. જેમા મામલા સાથે જોડાયેલ તમામ માહિતી છે. હાઇકોર્ટના આ ઓર્ડર અનુસાર, આર્યન ખાનના ફોનમાં મળેલ વ્હોટ્ટસ એપ ચેટ ‘ત્રણ આરોપીઓના અન્ય સહ-આરોપીઓ સાથે મળી ષડયંત્ર’ તરફ કોઇ ઇશારો કરતું નથી.

ઓર્ડર અનુસાર, અરજદાર/આરોપી નંબર-1 (આર્યન ખાન)ના ફોનની વ્હોટ્ટસએપ ચેટમાં કંઇ પણ આપત્તિજનક મળ્યું નથી, જે એ વાતનો ઇશારો કરે કે અરજદારો 2. અને 3. (અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામનેચા) આ ગુનાનું ષડયંત્ર કરી રહ્યા હતા. આ મામલે મુશ્કેલથી સકારાત્મક પુરાવા છે જે જણાવે છે કે, ત્રણેય મળીને આ ગુનો કરવા માગતા હતા. માત્ર આટલું જ નહીં, કોર્ટે ઓર્ડરમાં એવું પણ કહ્યું કે ત્રણેયનું મેડિકલ ચેકઅપ પણ થયુ નથી. જેનાથી જાણકારી મળે કે તેઓએ સાચે જ તે સમયે ડ્રગ્સ લીધુ હોય.

એનસીબી એ કોર્ટેમાં દલીલ કરતા કહ્યું હતું કે, આરોપીઓએ તે વાતને કબૂલ કરી છે કે, તેમણે ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ વાતને સ્પષ્ટ કરતા હાઇકોર્ટે લખ્યું કે એનસીબીના વકીલે આ મામલે દસ્તાવેજ જમા કરાવ્યા હતા. આવામાં જાણકારી આપવી જરૂરી થઇ જાય છે કે આવા કબૂલાત વાળા નિવેદન તપાસ એજેન્સીની તપાસમાં મદદ માટે હોય છે, પરંતુ આથી તમે એવું ના દેખાડી શકો કે અરજદારોએ NDPS Act અંતર્ગત ગુનો કર્યો છે.

કોર્ટના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, અરજદાર ક્રૂઝમાં ટ્રાવેલ કરી રહ્યા હતા, માત્ર આ વાતનો હવાલો આપીને તેમના પર સેક્શન 29 લગાવવામાં આવી શકે નહીં. અંતમાં કોર્ટના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે એ કહેવું મુશ્કેલ છે કે અરજદાર કોઇ પણ પ્રકારના ડ્રગ્સ રાખવાના આરોપી છે. એનડીપીએસ એક્ટ સેક્શન 37 અંતર્ગત નિર્ધારિત માપદંડો અરજદારોને જમાનત આપવાની પ્રાર્થના પર વિચાર કરતા સમયે કદાચ જ કોઇ અસર થશે.

Leave a Reply

Your email address will not be published.