આપનું સાપ્તાહિક રાશિફળ તા. 21-11-21 થી 27-11-21 સુધી

GUJARAT

મેષ

અ. લ. ઇ.

આપના સાપ્તાહિક ગ્રહમાનની અસર આપના સ્વાસ્થ્ય પર પડતી જણાય અને નરમ બનતું લાગે. નાણાકીય કામગીરી અને તે અંગે સમસ્યા માટે રાહતરૂપ સમય છે. આપના ધંધા નોકરીની બાબતો પર વિશેષ ધ્યાન જરૂરી માનજો. કેમ કે કેટલાક કામો અટવાતા લાગે. ગૃહજીવનમાં સંવાદિતા, પ્રવાસ મજાનો.

વૃષભ

બ.વ.ઉ.

વેદના વ્યથાઓની પાછળ વિખેરાશે. આશા ઉત્સાહનો પ્રસંગ આર્થિક વ્યવહારો અંગે વિઘ્ન. સાવધ બનવું અને ઉતાવળે કોઈ કામ ન કરવું. નોકરી કે અગત્યની ધંધા કે અન્ય સામાજિક કૌટુંબિક કામગીરી સફળ બની શકશે. પ્રયત્નો વધારજો, લગ્ન વિવાહ કે ગૃહજીવનની બાબતો અંગે સમયવિઘ્ન સૂચક છે. આરોગ્ય સુધરે, પ્રવાસ ફળે.

મિથુન

ક.છ.ઘ.

આપના મનની મૂંઝવણો અને તણાવ દૂર થતાં જણાય, આવક વધારવી મુશ્કેલ છતાં કામ અટકે નહીં તેથી રાહત, નોકરી–વ્યવસાય– વેપારની કામગીરીમાં અંતરાયને પાર કરી શકશો અને શુભફળ જણાય. જીવનસાથી–સ્નેહી– મિત્ર અંગે ગેરસમજો દૂર થાય. ખોટી દલીલોમાં ન ઊતરશો. સમાધાનકારી વલણ દાખવજો. તબિયત સાચવી લેજો. આરોગ્ય સાચવી શકશો, પ્રવાસમાં આનંદ.

કર્ક

ડ.હ.

આપની ધીરજની કસોટી થતી હોય તેવા સંજોગોમાં આત્મબળ જાળવશો તો ફતેહ મળે, અણધાર્યા ખર્ચા અને મૂડીરોકાણ, ચુકવણી વગેરે નાણાભીડ સર્જી શકે, ધારી આવક. ઉઘરાણી અટકતી લાગે. વ્યવસાયના કામકાજો અંગે આપને વધુ સારી મદદ, તક મળતાં ઘણી પ્રગતિનો માર્ગ ખૂલે, નોકરીની સમસ્યા ઉકેલી શકો. આપના ભાગીદાર– જીવનસાથી સાથેનો મનમેળ વધારજો.

સિંહ

મ.ટ.

આપની મનોદશા ઘણી અશાંતિ–અસ્થિર બની શકે. લાગણી કરતાં સમજદારી, આપની આવક વધારવાના પ્રયત્નોને નિષ્ફળતા મળે પણ વધુ યત્ને લાભ મળતો જણાય. ધીરધાર ન કરવી, વિશ્વાસે ન રહેવું, નોકરી ધંધા કે અન્ય મહત્ત્વના કામકાજો અંગે આપના પુરુષાર્થ સફળ થાય, અને ઉપરી કે વગદારની મદદ ઉપયાગી રહે. ગૃહજીવન કે સામાજિક કે મિત્ર સ્વજનો અંગે સમય સાનુકૂળ છે. તબિયત નરમ બને. પ્રવાસમાં વિલંબ જણાય.

કન્યા

પ.ઠ.ણ.

આપની માનસિક સ્થિતિને સમતોલ રાખજો, વિચારો, શંકા–કુશંકા દૂર રાખવા. આર્થિક વ્યવહારો અટકતા લાગે, ધાર્યા લાભ ન મળવાથી કામ અટકી શકે. કોઈ મિત્ર સ્નેહીની મદદથી કામ બને. નોકરી–ધંધાકીય સમસ્યાઓનો હલ મેળવી શકો. કોઈ મિત્ર– સ્નેહીની મદદથી કામ બને. નોકરી–ધંધાકીય સમસ્યાઓનો હલ મેળવી શકો. કોઈ મુશ્કેલી દૂર થાય, પ્રગતિ, બદલીની તક આવે. ગૃહજીવનમાં સુસંવાદિતા રાખજો, મનદુઃખ નિવારજો, તબિયત સુધરે, પ્રવાસ ફળદાયી.

તુલા

ર.ત.

આપની માનસિક દશાની અશાંતિ દૂર થતા નિરાશા દૂર થાય. આશા ઉમંગ વધશે. આર્થિક કામકાજો ઉઘરાણી કે અન્ય લેવડ–દેવડ પાછળ વધુ સમય પ્રયત્નો જરૂરી લાગે. નોકરી–ધંધાની બાબતો માટે આ સમય ઘણો ધીમો–મંદ લાગે, ફળ દૂર ઠેલાય. પ્રયત્નોનું ફળ અટકશે. ગૃહજીવન–કુટુંબની બાબતો અંગે સાનુકૂળતા અને મદદરૂપ સંજોગો, આરોગ્ય સાચવવું પડે, પ્રવાસમાં વિઘ્ન લાગે.

વૃિૃક

વૃિૃક

ન.ય.

માનસિક, શારીરિક દૃષ્ટિએ સંજોગો ઘણું ટેન્શન સૂચવે. ધાર્મિક, આધ્યાત્મિક પ્રયત્નોથી મદદ, આવક વધારવાના પ્રયત્નોનું ફળ હજુ વિલંબમાં પડી શકે. ધીરજ જરૂરી બને. ખર્ચા અટકાવજો, નોકરિયાતને તણાવ જણાય અને અસ્થિરતા લાગે, ધંધામાં કોઈ નુકસાનકારક નિર્ણય ન થઈ જાય તે જોજો. કૌટુંબિક બાબતોથી સંવાદિતા, મિત્ર, સ્વજન કે સંતાન અંગે સાનુકૂળતા, આરોગ્ય માટે ચિંતા પ્રવાસમાં મુશ્કેલી આવી શકે.

ધન

ભ.ધ.ઢ.ફ.

આપના મનની મુરાદો અને અપેક્ષાઓ મનમાં રહેતા મન બેેચેન– અને ઉદ્વેગમાં રહેતું લાગે, આર્થિક બાબતો ગૂંચવાતી લાગે, ધાર્યા નાણાં આવવામાં વિલંબ કે વાયદા ખોટા પડતા જણાય, ખર્ચ અટકાવજો. આ સમયમાં નોકરી અંગેની કોઈ મુસીબત, મૂંઝવણ હશે તો તેને નિવારવાનો રસ્તો દેખાય, મદદ મળે, ધંધાકીય સાહસ નુકસાન કરી શકે. કુટુંબમાં મન શાંત રાખવું અને વિવાદ ટાળવો. સગાં–સ્વજનથી મનદુઃખ, આરોગ્ય સુધરે, પ્રવાસ સફળતા.

મકર

ખ.જ.

આપના વિચારો અને દ્વિધાઓ તણાવ વધારશે. શાંતિ રાખજો, અપેક્ષા અપૂર્ણ રહેવાની શક્યતા. આવક સામે ખર્ચા વધી જવાથી તીવ્ર નાણાભીડ મૂંઝવશે અને ઉઘરાણી કે લેણી આવક વિલંબમાં પડે. નોકરિયાતને કાર્ય સફળતા મળશે. ધંધા–વેપારના કામકાજો ધીમી ગતિએ થશે. ગૃહજીવનમાં ચકમકનોે પ્રસંગ, સ્વજનથી વાદ–વિવાદ ટાળજો. આરોગ્યની કાળજી લેજો. પ્રવાસમાં સફળતા.

કુંભ

ગ.શ.સ.

મનોસ્થિતિ અસ્વસ્થ અને અશાંત રહેતી અનુભવાશે. રાહત માટે યોગ મદદરૂપ બને. આર્થિક સ્થિતિ તંગ જણાય પણ જરૂર વખતે આવક આવતાં કામ પાર પડતાં રાહત. ખર્ચ અટકાવજો. નોકરિયાત અને વ્યવસાયિકો માટે આ સમય કઠિન જણાશે. ધાર્યા કામો વિલંબમાં પડી શકે. ધંધામાં વેપારમાં ઉતાવળા ન થવું. ગૃહજીવનમાં સંવાદિતા, પ્રસન્નતા રહે. પ્રવાસ મજાનો બને, તબિયત સચવાય.

મીન

દ.ચ.ઝ.થ.

ઉદ્વેગ– વ્યથા અને વિષાદથી બચવા આધ્યાત્મિક રહી હકારાત્મક વિચારો ઉપયોગી થશે. નાણાભીડ અનુભવાય, ખર્ચાને પહોંચી વળવું મુશ્કેલ. ધારી આવક ઘટે, વેપાર–ધંધા, નોકરીના કામકાજો કે અન્ય કામગીરીને આગળ વધારવા આપનો પુરુષાર્થ મદદરૂપ થાય, ચિંતાનું નિવારણ મળે, કૌટુંબિક, સ્વજનો, સ્નેહી મિત્ર અંગે સમય સહાય સંવાદિતા અપાવે છે. તબિયત નરમ બને. પ્રવાસમાં વિલંબ.

Leave a Reply

Your email address will not be published.