આંખ ઉઘાડનારો કિસ્સો: શહેરની પરિણીતાનો નંબર સોશિયલ મીડિયામાં મૂકી રેટ @40 લખી વાયરલ થયો, કેવી રીતે ભાંડો ફૂટ્યો?

nation

આજકાલ યંગસ્ટર્સ અને આધુનિક પેઢી સોશિયલ મીડિયા વગર બે મિનિટ રહી શકતી નથી, જેના ખરાબ અને સારા બન્ને પરિણામ જોવા મળતા હોય છે. ઘણી વખત રાજ્યમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે સાંભળીને તમને અજુગતું લાગે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં સૌથી વધુ યુવતીઓ ભોગ બનતી હોય છે.

હાલ અમદાવાદમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદની એક પરિણીતા દિલ્હીમાં રહેતા તેના પતિને મળવા ગઈ હતી. ત્યાં તેના ઘરની સામેની બાલ્કનીમાં એક મહિલા તેના બોયફ્રેન્ડ સાથે અંતરંગ પળો માણતી હતી. આ સીન જોતા પરિણીતાએ આ મહિલાનો નંબર સોશિયલ મીડિયા સાઈટ પર મૂકીને જસ્ટ રેટ @40 લખી નાંખ્યું હતું. ત્યારબાદ મોટો હોબાળો થયો હતો અને સમગ્ર મામલો સાઈબર ક્રાઈમમાં પહોંચ્યો છે. હાલ સાયબર ક્રાઈમ વિભાગમાં આ વિશે ફરિયાદ નોંધાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મોટેરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો પતિ દિલ્હી નોઈડામાં રહે છે, તેઓ એક ખાનગી કંપનીમાં છેલ્લા 9 વર્ષથી પોતાની ફરજ બજાવી રહ્યો છે, પતિ દિલ્હીમાં રહેતો હોવાથી અમદાવાદના મોટેરામાં રહેતી પરિણીતા તેના પતિને મળવા નોઈડા અવાર નવાર જતી રહે છે. ગત તા. 2 જાન્યુઆરીએ મહિલા પતિ સાથે રહેવા નોઈડા ગઈ હતી. ત્યારે દિલ્હીમાં તેના પતિના ઘરની બાલ્કનીમાંથી તેને જોયું તો એક પડોશણ તેના બોયફ્રેન્ડ સાથે અભદ્ર હરકતો કરતી ઉભી હતી.

આ દ્રશ્ય જોઈને અમદાવાદની પરિણીતાને રહેવાયું નહોતું. તેને પોતાના પતિને આ સમગ્ર ઘટના વિશે વિગતવાર ચર્ચા કરી હતી. પરંતુ પતિએ પત્નીની વાત પર બહુ ધ્યાન આપ્યું નહોતું. ત્યારબાદ તા. 20 ફેબ્રુઆરીએ મહિલા અમદાવાદ પરત આવી ગઈ હતી. ત્યારબાદ અચાનક પતિને જાણવા મળ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ આઈડી પર પોતાની પત્નીનો મોબાઈલ નંબર મુકી દેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર પત્નીનો મોબાઈલ નંબર સાથે કોમેન્ટમાં 40 રૂપિયા પ્રતિ કલાક એવો ભાવ લખવામાં આવ્યાં હતાં. આ પ્રકારે બદનામી કરવામાં આવતાં મહિલાના નંબર પર અજાણ્યા શખ્સોના ફોન આવતાં હતાં. ઈન્સ્ટાગ્રામ તપાસતાં મહિલાને બદનામી કરાયાની જાણ થઈ હતી. આખરે, મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે પુછતાછ કર્યા બાદ નોઈડાના શખસની સંડોવણી છે કે તે દિશામાં તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *