આંખ ઉઘાડનારો કિસ્સો: વેપારીએ ફોન રિસીવ કરતાં સામે નિર્વસ્ત્ર યુવતી દેખાઈ, વિડિયો બનાવી બ્લેકમેઇલિંગ કરાયું

nation

થલતેજના વેપારીએ સોશિયલ મીડિયાની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. એક-બે દિવસમાં તે યુવતીનો વિડિયો- કોલ આવ્યો, યુવક કંઈ સમજે એ પહેલાં જ એમાં નિર્વસ્ત્ર્ર યુવતી દેખાઈ અને પછી વેપારીના બ્લેકમેઇલનો સિલસિલો શરૂ થયો હતો.

મોબાઈલમાં વિડિયો ચેટ કરો ત્યારે દેખાવડી યુવતીઓ બતાવીને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે યુવકોને લલચાવાય છે.પરંતુ તમે આ યુવતીઓના મોહપાસમાં ફ્સાયા તો તમે ન કહેવાય કે ન સહેવાય જેવી સ્થિતિમાં ફ્સાઈ શકો છો. થલતેજ ના રાકેશ પટેલ(નામ બદલ્યું છે) વેપાર કરે છે.

ફુરસદના સમયે તેમને એક ઓનલાઈન ફ્રેન્ડશિપ એપ્લિકેશનની ડાઉનલોડ કરી હતી. જેથી તેઓ યુવતી સાથે અંતરંગ વાતો કરવા લાગ્યા હતા. વેપારીએ પોતાનો વોટ્સએપ નંબર તે યુવતીને આપ્યો હતો. આ નંબર પર યુવતી અને વેપારી સાથે વાતોનો સિલસિલો વધતો ગયો હતો.

આ દરમિયાન યુવતીના નંબર પરથી વેપારીને વિડિયો કોલ આવ્યો અને વેપારીએ એ નંબર ઉપાડયો હતો, પણ વેપારીની સ્ક્રીન પર પોતાની માનીતી યુવતી નહીં, પણ એક નિર્વસ્ત્ર્ર યુવતી હતી. યુવતીને નિર્વસ્ત્ર્ર જોઈને વેપારી ચોંકી ઊઠયો હતો અને થોડી સેકન્ડ બાદ ફેન કટ થઈ ગયો હતો.

બીજા દિવસથી વેપારીને અલગ અલગ નંબરથી ફેન કરીને વિડિયો મોકલીને બ્લેક મેઇલ કરવા લાગ્યા હતા. પછી ધીમે ધીમે રૂપિયા માગવાની શરૂઆત કરી દેવાઈ હતી. આ સમગ્ર બાબતે વેપારીએ સાઇબર ક્રાઇમ વિભાગમાં ફ્રિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *