આલિયા-રણબીરના લગ્ન પહેલાં જ છૂટાછેડાની થઇ ગઇ ભવિષ્યવાણી, આ સેલિબ્રિટીએ કરી જાહેરાત

BOLLYWOOD

બોલિવુડના કપલની યાદીમાં આલિયા અને રણબીરનું નામ સૌથી પહેલાં આવે છે. ફેન્સ ઇચ્છે છે કે આ જોડી ઝડપથી લગ્ન કરી લે. આથી લોકો તેમની જિંદગી સાથે જોડાયેલા તમામ અપડટેસ જાણવા માંગે છે. એવામાં આ બંનેના લગ્નની જાહેરાત કમાલ ખાને કરી દીધી છે અને તમને જાણીને હેરાની થશે કે માત્ર લગ્ન જ નહીં કમાલે છૂટાછેડાની પણ જાહેરાત કરી દીધી છે.

કેઆરકેનું પ્રિડિક્શન

કમાલ રાશિદ ખાન મોટાભાગે પોતાના વિવાદોને લઇ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. કેઆરકેનું નામ એ લોકોમાં સામેલ છે જે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટસના લીધે ચર્ચામાં રહે છે. એવામાં આ વખતે કેઆરકે એ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન અંગે ટ્વીટ કરી છે. ત્યારબાદ કેઆરકે સોશિયલ મીડિયા પર બરાબરનો ટ્રોલ થયો છે.

લગ્નની સાથે જ છૂટાછેડાનું લગાવ્યું પૂર્વાનુમાન

વાત એમ છે કે કેઆરકે એ ટ્વિટર પર કેટલાંક પ્રિડિકશન પોસ્ટસ કર્યા છે, પોતાની ટ્વીટસમાં કેઆરકે એ કેટલીય વાતો લખી છે. એવામાં કેઆરકે એ એક પૂર્વાનુમાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધ પર પણ કર્યું છે. કેઆરકે એ પોતાની ટ્વીટમાં લખ્યું કે વધુમાં વધુ 2022ના અંત સુધીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઇ જશે. પરંતુ રણબીર કપૂર લગ્નના 15 વર્ષની અંદર જ આલિયાના છૂટાછેડા આપી દેશે. એટલે કે કેઆરકેના મતે 2037 પહેલાં રણબીર, આલિયાને છૂટાછેડા આપી દેશે.

વિવાદોનું બીજું નામ કેઆરકે

કેઆરકે તાજેતરમાં જ સલમાન ખાનની મુવીનો રિવ્યુ કરીને ફસાયા હતા. એકટરે એના પર માનહાનિનો કેસ કર્યો હતો. આ બંનેની લડાઇની વચ્ચે મિકા સિંહની એન્ટ્રી થઇ. મિકા સિંહે તો કેઆરકેની વિરૂદ્ધ એક ગીત પણ બનાવ્યું હતું. testosterone cypionate gains આ બંનેની લડાઇની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *