આજથી શનિ અને ગુરૂ એક જ રાશિમાં, આ 4 રાશિની કિસ્મત ચમકી સમજો

rashifaD

જ્યોતિષ અને ગ્રહોના દૃષ્ટિકોણથી 14 સપ્ટેમ્બર 2021 નો દિવસ ખૂબ મહત્ત્વનો છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને ગુરુનો પ્રભાવ ખૂબ જ ખાસ છે. 14 સપ્ટેમ્બરે આ બે ગ્રહો મકર રાશિમાં સાથે આવશે. શનિ ગ્રહ વર્ષ 2020થી પોતાની રાશિ મકર રાશિમાં છે, હવે તેની સાથે ગુરુ ગ્રહ મકર રાશિમાં આવશે.

આ સિવાય શનિ અને ગુરુ બંને વક્રી અવસ્થામાં ચાલશે એટલે કે મકર રાશિમાં પાછો ફરશે. કુંભ રાશિમાં દેવગુરુ બૃહસ્પતિ વક્રી થઇ રહ્યા છે. શનિ અને ગુરુની યુતી થતા 14 સપ્ટેમ્બર, બપોરે 2.28 વાગ્યે, શનિ પોતાની મકર રાશિમાં પ્રવેશ કરશે.

બૃહસ્પતિ માટે મકર તેમની નબળી રાશિ ગણાય છે પરંતુ આ રાશિના સ્વામી શનિદેવ સાથે સંક્રાંતિના પરિણામે યોગ રચશે, જેના પરિણામે ગુરુની ઘણી અશુભ અસર ઘટશે.

ચાર રાશિઓ માટે ગુરુનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ રહેશે
14 સપ્ટેમ્બરથી, ગુરુ ગ્રહ, જે સૌથી શુભ પરિણામ આપે છે, તે મકર રાશિમાં પ્રવેશ કરશે. પોતાની રાશિ બદલવાથી વૃષભ, કર્ક, તુલા અને મકર રાશિના લોકોને ઘણા શુભ પરિણામ મળશે. મકર રાશિમાં ગુરુના આગમન સાથે, નવી- નવી તકો આવશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. જેઓ નોકરીમાં છે તેમને નોકરીની સારી તકો મળશે. વેપારીઓને નફો મળવાની સંભાવના છે.

આ રાશિઓના જાતકો સાવધાન રહેજો

14 સપ્ટેમ્બરથી મકર રાશિમાં ગુરુ અને શનિની યુતીને કારણે મેષ, મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે.પૈસાની બાબતોમાં નુકસાન થઈ શકે છે. બિનજરૂરી ચર્ચા થઈ શકે છે.

આ રાશિઓ પર મિશ્ર અસર

મકર રાશિમાં ગુરુ કન્યા, ધન, કુંભ અને મીન રાશિના લોકો માટે આ યુતી મિશ્રિત ફળદાયક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *