વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૃપે આવતીકાલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે ૭૧ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરાશે.
એક જ દિવસમાં એક સાથે મિયાવાકી પદ્ધતિ વાવીને ઉજવણી કરવામાં આવશે અને આ બગીચાને ‘નમોવન’ નામ આપવામાં આવશે. આવતીકાલથી એક સપ્તાહમાં સવા લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે સવારે ૯ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
કાંકરિયા ખાતે ૩ દિવસ માટે પ્રદર્શન ગોઠવવા માં આવનાર છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી કરેલા વિવિધ કાર્યોનું ફેટો પ્રદર્શન અને યોજનાઓ હશે.. શહેર ના ૪૫ વોર્ડમાં મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવશે.
જેમાં તમામ પ્રકાર ના ટેસ્ટ અને લોકો નું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. આ સાથે સૌથી વધુ વેક્સિનેશન થાય તેવું પણ આયોજન કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યું છે.