નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની છે, અમદાવાદ કરોડપતિઓનું શહેર કહેવાય છે. આમતો ગુજરાતીઓએ વેપાર ધંધામાં સમગ્ર દુનિયામાં નામ કર્યું છે. અમદાવાદે દેશને પણ ઘણા મોટા મોટા ઉદ્યોગપતિઓ આપ્યા છે. આપણે પણ અમદાવાદના રસ્તાઓ પર લકઝરીયસ ગાડીઓ અને બાઈકો જોઈ જોઇને વિચારતા હોઈએ છીએ કે કોણ છે આટલા બધા લોકો.. આટલા રૂપિયાવાળા લોકો કોણ છે. અમદાવાદના ટોચના સૌથી ધનિકોની યાદી આ આર્ટીકલમાં આપવામાં આવી છે.
ગૌતમ અદાણી.ગૌતમ શાંતિલાલ અદાણી ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ જુન ૧૯૬૨ માં થયો હતો. તેમણે વર્ષ ૧૯૮૮ માં અદાણી ગ્રુપની સ્થાપના કરી હતી. અદાણી ગ્રુપ અલગ અલગ પ્રકારના વ્યાપાર અને ઉદ્યોગગૃહ ધરાવે છે, જેમકે કોલસાની ખાણ અને તેનો વ્યાપાર, બંદરો, ઓઈલ અને ગેસ, વિજળી, ખાદ્ય તેલ અને રીયલ એસ્ટેટ.
ગૌતમ અદાણીએ હીરાના વેપારી તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી અને બાદમાં અદાણી એન્ટરપ્રાઈઝ નામે ખુદની કંપની સ્થાપી હતી. અલગ અલગ ઘણી સિદ્ધિઓ મેળવવા બદલ ગૌતમ અદાણીને ઘણા એવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. ગૌતમ અદાણીનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેમનું બાળપણ અમદાવાદની રતનપોળમાં વીત્યું હતું.રતનપોળથી આગળ વધી આજે તેમણે અમદાવાદના વૈષ્ણોદેવી પાસે ગુજરાતની સૌથી મોટી ટાઉનશીપ ‘શાંતિગ્રામ’ બનાવી છે. આજે તેઓ દેશના પણ ટોચના ઉદ્યોગપતિઓમાંથી એક છે. આવનારા દિવસોમાં તેમનો વ્યાપાર ધંધો હજુપણ આગળ વધી મોટી સફળતાઓ મેળવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. ગૌતમ અદાણીની નેટવર્થ ૧૦.૩ બિલીયન ડોલર છે.
પંકજ પટેલ.Net Worth – 4.1 Billion USD. પંકજ પટેલ પણ ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંથી એક છે, પંકજ પટેલ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્મા કંપની કેડીલા હેલ્થકેરના મેનેજીંગ ડાયરેક્ટર છે. આ ઉપરાંત તેઓ અન્ય ઘણા ઉચ્ચ સ્થાનો પર જવાબદારી સંભાળી ચુક્યા છે જેમકે ફિક્કીના પ્રેસિડેન્ટ, IISER ના ચેઈરપર્સન, IIM, અમદાવાદની ફાઈનાન્સ કમિટીના ચેરમેન વગેરે.
વર્ષ ૨૦૦૩ માં પંકજ પટેલને બેસ્ટ ફાર્મામેન ઓફ ધી યરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે, આ ઉપરાંત તેઓ ઝાયડસ હોસ્પિટલ્સના ચેરમેન પણ છે. પંકજ પટેલનો વ્યાપાર ૫૦ કરતાં પણ વધુ દેશોમાં ફેલાયેલો છે. આજે તેમની કંપનીમાં ૧૧ હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે. તેમની માલિકીનું એક પ્રાઈવેટ જેટ પણ છે.પંકજ પટેલની નેટવર્થ ૪.૯ બિલીયન યુએસ ડોલર છે.
સુધીર અને સમીર મહેતા.સુધીર અને સમીર મહેતા બન્ને ભાઈઓ ભેગા થઈને ટોરેન્ટ ગ્રુપ ચલાવે છે, જે તેમના પિતા દ્વારા શરુ કરવામાં આવ્યું હતું.સમીર મહેતાએ ગુજરાત યુનીવર્સીટીમાં આવેલ વિખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ બી.કે. સ્કુલ ઓફ મેનેજમેન્ટથી ડીગ્રી મેળવી હતી અને ત્યારબાદ તેમણે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલમાં મેનેજીંગ ડાયરેક્ટરની કામગીરી સાંભળી હતી.ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ કંપની ભારતની ટોચની ફાર્મા કંપનીઓમાંથી એક છે. તેમના પિતાજીના દેહાંત બાદ બન્ને ભાઈઓ કંપનીને એક નવી ઉંચાઈ સુધી લઇ ગયા હતા. મુકેશ અને અનીલ અંબાણી ભાઈઓ બાદ આ બન્ને ભાઈઓની જોડી દેશના બીજા નંબરની સૌથી ધનિક કહેવાય છે.
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ ઉપરાંત ટોરેન્ટ કંપની વિજળી ક્ષેત્રે પણ ઘણું મોટું નામ ધરાવે છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર ઉપરાંત અનેક જગ્યાઓ પર ટોરેન્ટ પાવર કંપનીની વિજળી સપ્લાય કરે છે. ટોરેન્ટ કંપની તેની વિજળીની ક્વોલીટી માટે પણ વખણાય છે.તેમની નેટવર્થ ૪ બિલીયન યુએસ ડોલર છે.ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ – ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક. તેમાં ચાર ઉત્પાદન પ્લાન્ટ છે: (એ) છત્રાલ, ગુજરાત અને (બી) બડ્ડી, હિમાચલ પ્રદેશ સી) ગંગટોક સિક્કિમ અને ડી) દહેજ, ગુજરાત.ટીપીએલ પાસે ગુજરાતના અમદાવાદ નજીક ઈન્દ્રદ ખાતે સંશોધન કેન્દ્ર છે.ટોરેન્ટ પાવર – અમદાવાદ અને સુરત શહેરોમાં વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ માટે જવાબદાર. કંપનીએ ભિવંડી મહારાષ્ટ્ર, આગ્રા અને કાનપુર ઉત્તર પ્રદેશમાં વીજળીનું વિતરણ હાથ ધર્યું છે.
ટોરેન્ટ કેબલ્સ- બીમાર મહિન્દ્રા ઇલેક્ટ્રિકલ્સ પાસેથી ટોરેન્ટ કેબલ્સ લઈ લેવામાં આવ્યા હતા અને તેનું નવીકરણ કરવામાં આવ્યું હતું. તે 132KV XLPE કેબલ્સનું ઉત્પાદન કરે છે.ટોરેન્ટ ગેસ-ટોરેન્ટ ગ્રૂપે હવે ભારતના જુદા જુદા ભાગોમાં ગ્રીન ફ્યુઅલની અન્ય જરૂરિયાત પૂરી કરવા માટે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં પ્રવેશ કર્યો છે.કરસનભાઈ પટેલ:કરસનભાઈ પટેલ પણ ગુજરાતના અને દેશના ટોચના ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ વર્ષ ૧૯૪૫ માં થયો હતો. દેશની જાણીતી નિરમા કંપનીના તેઓ સ્થાપક છે, કે જેના સાબુ, પાવડર અને અન્ય કોસ્મેટીક વસ્તુઓ મળે છે. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં એક મોટી ડીમ્ડ યુનીવર્સીટી ‘નિરમા યુનીવર્સીટી’ પણ ચલાવે છે.
મહેસાણા જિલ્લાના રુપુર નામના ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા કરસનભાઈ પટેલે જીવનમાં ઘણી સંઘર્ષતા જોયા બાદ સફળતા મેળવી છે. વર્ષ ૨૦૧૭ માં તેઓએ ફોર્બ્સ મેગેઝીનમાં ભારતના ૩૮ માં સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત તેઓને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીનો ખિતાબ પણ મળી ચુક્યો છે. આજે તેમની કંપનીમાં ૧૫ હજારથી પણ વધુ લોકો કામ કરે છે.તેઓની નેટવર્થ ૩.૬ બિલીયન ડોલર છે.ભદ્રેશ શાહ:ભદ્રેશ શાહ આજે ભારતની બીજા ક્રમની સૌથી મોટી મેટલ કંપની AIA એન્જિનીયરીંગ ના સ્થાપક છે, ભદ્રેશ શાહ ડોક્ટરોના પરિવારથી આવે છે. IIT કાનપુરથી એન્જીનીયરીંગની ડીગ્રી મેળવ્યા બાદ તેઓએ પોતાનો જ વ્યાપાર સ્થાપવાનું વિચાર્યું, ભદ્રેશ શાહ એક નિષ્ણાંત એન્જીનિયર અને ધાતુ વિજ્ઞાનના ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ ધરાવે છે.
ભદ્રેશ શાહનું ભારતની મેટલ ઇન્ડસ્ટ્રીમાં વિશિષ્ટ યોગદાન છે અને તેના માટે જ તેઓને અનેક એવોર્ડ્સ અને સન્માન મળી ચુક્યા છે. તેઓએ વર્ષ ૧૯૭૮ માં નાના પાયે શરુઆત કરી હતી જે આજે ૩૩૧ મીલીયન ડોલરની કંપની છે. AIA એન્જીનીયરીંગ કંપની ગ્રાઈન્ડીંગ અને ક્રશિંગ મશીનરીના પાર્ટ્સ ૧૦૫ જેટલા દેશોમાં એક્સપોર્ટ કરે છે. તેઓની નેટવર્થ ૧.૩ બિલીયન ડોલર છે.
આ છે અમદાવાદના ટોચના ધનિકોની યાદી જેમની સંપત્તિ અબજો રૂપિયામાં છે. આ ઉપરાંત અમદાવાદમાં અનેક ઉદ્યોગપતિઓ છે, ઘણી મોટી મોટી કંપનીઓ છે, કારોબારીઓ છે કે જે અંગેની સંપૂર્ણ યાદી બનાવવા જઈએ તો મહિનાઓ લાગી જાય.