આજે ભાઇબીજનો પવિત્ર તહેવાર, અકાળ મૃત્યુનો ભય દૂર કરવા કરો આ ઉપાય

DHARMIK social

આજે ભાઈબીજનો પવિત્ર દિવસ છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને આજે ભાઇબીજનો પવિત્ર તહેવાર છે. દેશભરમાં ભાઈબીજની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. સાક્ષાત યમરાજાએ આ દિવસે પોતાની બહેન યમુનાજીને ત્યાં જઈને ભોજન ગ્રહણ કર્યું હતું. આ દિવસે ભાઈઓના માથા પર બહેન કેસરનું તિલક લગાવે છે. તથા તેના લાંબા આયુષ્ય માટે કામના કરે છે.

આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. બહેનના હાથનું ભોજન જમવા ભાઈ દૂરસુદૂરથી ત્યાં પહોંચી જાય છે. બહેન આ દિવસે યમરાજાની પૂજા કરીને ભાઈ માટે ખુશીઓ અને દીર્ધાયુ માંગે છે. આ દિવસે ચિત્રગુપ્તના પૂજનનું વિશેષ મહત્વ છે.

ખાસકરીને પરિણિત બહેનના સાસરે જઈને ભાઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. સાથે સાથે નવ વર્ષમાં બહેનના હાથનું ભોજન કરી તેને અનેક આશીર્વાદ આપે છે. મોટેભાગે બહેન ભાઈને રસોઈ કરીને જમાડે છે અથવા બહાર લઈ જાય છે.

આપણે ત્યાં ભાઈબીજને દિવસે યમરાજ બહેન યમુનાને ત્યાં કઢી ખીચડી ખાવા જાય છે. તેને અનુસંધાને અનેક કુંટુંબોમાં ભાઈ પોતાની બહેનને ત્યાં ભાઈબીજ કરવા જાય તે પ્રથા પરંપરાગત રીતે ચાલી આવતી હોય છે. આ દિવસે આપણે યમરાજ અને તેમની બહેન યમુના રાણીને યાદ કરીએ છીએ.

યમરાજ પુજનની કથા
આ દિવસે યમરાજની પૂજાનું વિધાન છે. તેની પાછળ એક કહાની છે. એક રાજા હતો તેનું નામ હેમ હતું. ઈશ્વરની કૃપાથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ, પણ તેની કુંડળી જોઈ જ્યોતિષીઓએ કહ્યુ કે, આ બાળકના લગ્ન જે દિવસે થશે ઠીક તેના ચાર દિવસ બાદ તેનું મૃત્યુ થઈ જશે. થયું પણ તેવું જ. રાજકુમારે એક રાજકુમારી સાથે ગંધર્વ વિવાહ કર્યા અને તેના ઠીક ચાર દિવસ પછી યમદૂત તેના પ્રાણ લેવા આવ્યા.

તે સમયે આ રાજકુમારની પત્ની અત્યંત વિલાપ કરવા લાગી. જે જોઈ યમદૂત દ્રવિત થયા અને તેમણે કહ્યુ, આ કાર્ય તો મારે કરવું જ પડશે પણ વ્યક્તિનું અકાળે મૃત્યુ ન થાય તેનો એક ઉપાય છે. કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશીની રાત્રે જે પ્રાણી મારા નામનું પુજન કરી દિવો દક્ષિણ દિશા તરફ ભેટ કરશે તેને અકાળ મૃત્યુનો ભય નહિં રહે. આજ કારણ છે કે આ દિવસે લોકો દક્ષિણ દિશા તરફ દીવો મુકે છે.

Leave a Reply

Your email address will not be published.