આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

nation

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વડોદરા, છોટાઉદપુર, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થશે.

અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી
જેમાં અમદાવાદમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બુધવારે સાંજે ભારે વરસાદ પડ્યો હતો. ઉત્તર ઝોનમાં સાંજે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં કોતરપુરમાં 3.5 ઈંચ, નરોડામાં 2.5 ઈંચ અને નિકોલમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે કામકાજ અને ઓફિસેથી ઘરે જતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદી સિસ્ટમ સક્રિય હોય ત્યારે ભારે વરસાદની આગાહી
શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારના કોતરપુર, સરદારનગર, નરોડા, સૈજપુર, રામોલ, બિરાટનગર, નિકોલ, બાપુનગર, ઈન્ડિયા કોલોની, નવા નરોડા, વસ્ત્રાલ, ઠક્કરનગર, ઓઢવ, મેમ્કો વગેરે વિસ્તારોમાં મકાનો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.

પાણી અને તેના કારણે પૂર્વ પટ્ટાના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો 704.73 મી.મી. એટલે કે 27.75 ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *