આધેડ વયના નરાધમનું અશોભનીય વર્તન; મહિલા નહાઈને બહાર નીકળી, ત્યારે એકીટસે કામુક નજરે જોઈ પછી…

GUJARAT

રાજ્યમાં મહિલાઓ પર હવે શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ રોજેરોજ બની રહી છે. અહેવાલો અને પેપરમાં એક પણ દિવસ એવો જતો નથી કે દુષ્કર્મની ઘટનાઓ ન હોય. ત્યારે સુરતમાં એક આધેડ વયના નરાધમે અશોભનીય વર્તન કરીને ડાયમંડ સીટીને કલંકિત કરી છે. ચાલીમાં રહેતી વિધવા મહિલા નહાઈને બહાર નીકળી ત્યારે તેને કામુક નજરે જોઈ રહેલા આધેડને ઠપકો આપનાર યુવાનને ગળા ઉપર આડેધડ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખવાની ઘટના પાંડેસરાના જગન્નાથ નગરમાં પ્રકાશમાં આવી હતી. હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાંએ આરોપીને ઠમઠોરી તેના જ રૂમમાં પુરી દઈ પોલીસને બોલાવી હતી.

પાંડેસરાના વડોદગામ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય શાલુ ક્રિષ્ણાપાલ વર્મા ઉપર ગુરુવારે સાંજે સાડા 7 વાગ્યાના અરસામાં તેના ઘર સામે જ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ચાલીમાં જ રહેતાં 45 વર્ષીય સોમનાથ ગુપ્તાએ ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી.

આ યુવાન સાથે બપોરે જ આરોપી સોમનાથ ગુપ્તાની સાથે ઝઘડો થયો હતો. સોમનાથ ગુપ્તા બપોરે મહોલ્લામાં જ રહેતી વિધવા મહિલા ન્હાઈને બહાર નીકળી હતી ત્યારે બાથરૂમ સામે ઉભો રહી કામુક નજરે જોઈ રહ્યો હોવાથી આ મહિલાએ હોબાળો કરતાં દોડી ગયેલાં શાલુ વર્માએ ઠપકો આપતા બન્ને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ હરકતથી શરમાવવાને બદલે સોમનાથે પોતાને ઠપકો આપનારને જ રહેંસી નાંખતા ટોળું ઉશ્કેરાયું હતું. ટોળાંએ તેની ધોલધપાટ કરી તે ભાગે નહિ તે માટે તેના રૂમમાં જ પૂરી દીધો હતો. ઘટનાને પગલે દોડી ગયેલી પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

આ ઘટના વિશે વધુ માહિતી પ્રમાણે, પાંડેસરા વડોદના જગન્નાથ નગરના પ્લોટ નં. બી 49 ની રૂમ નં. 3 માં રહેતા શાલુ ક્રિષ્નાપાલ વર્મા પર ગત રાત્રે રહેણાંક રૂમના ઓટલા પર ઉભો હતો ત્યારે પ્લોટ નં. બી 47 ની રૂમમાં રહેતા સોમનાથ રામરક્ષા ગુપ્તા એ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ચપ્પુના ઉપરાછાપરી સાતથી આઠ ઘા ગળા અને છાતીના ભાગે ઝીંકી દીધા હતા. જેથી શાલુનો રૂમ પાર્ટનર શિવબાલક રામકિશન વર્મા દોડી આવ્યો હતો. પરંતુ સોમનાથે તેને પણ ડાબા પગની જાંઘમાં એક ઘા ઝીંકી દીધો હતો.

ઘટનાને પગલે એક્ત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જયાં શાલુને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જયારે હુમલો કરી ભાગી રહેલા સોમનાથને લોકોએ પકડી તેના જ રૂમમાં ગોંધી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી.

પોલીસે હત્યાનો ગુનો નોંધી હાથ ધરેલી તપાસમાં ગત બપોરે સોમનાથની બાજુની રૂમમાં દિયર સાથે રહેતી વિધવા મહિલા નાહીને પોતાના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તેની છેડતી કરી હતી. જેથી શાલુએ તેરે ઘરમે માં-બહેન નહીં હૈ એમ કહી ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં હુમલો કરી શાલુને મોતને ઘાત ઉતાર્યો હતો.હાલ પોલીસે આરોપી ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.