મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જો તમે વાળ ની સારી રીતે સાર-સંભાળ રાખો તો આપણે આ બધી જ સ્ટાઇલો અપનાવ્યા છતાં પણ વાળ ને સુરક્ષિત રાખી શકીએ છીએ. વાળ ની સમસ્યાઓ મા જો સૌથી વધારે કોઈ સમસ્યા થી પીડાતા હોય તો તે છે સતત ખરતા રહેતા વાળ.
મિત્રો ખરતા વાળ પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. જેમ કે, તમારા આહાર મા વિટામીનયુક્ત આહાર ની ઉણપ, શરીર મા થતી પ્રોટીન ની ઉણપ.એક સ્વસ્થ યુવાન ના શરીર ને સમગ્ર દિવસ દરમિયાન ૪૫ થી ૫૫ ગ્રામ સુધી પ્રોટીન ની આવશ્યક્તા રહે છે. આ સિવાય શરીર મા ફોલિક એસિડ ની ઉણપ ના કારણે પણ વાળ સમય પહેલાં જ ઉતરવા માંડે છે. તો ચાલો આજે આપણે મેથી દ્વારા વાળ ને કેવી રીતે ઉતરતા રોકી શકાય તેના વિશે માહિતી મેળવીએ.
મિત્રો જો તમે અત્યંત સરળ પદ્ધતિ થી કોઈપણ મગજમારી કર્યા વગર તમારા ખરતા વાળ ને અટકાવવા માગતા હોવ તો નિયમિત રાત્રે સુતા પૂર્વે એક નાના વાટકા મા મેથી ના દાણા પલાળી મુકી દેવા. ત્યારબાદ પરોઢે આ પલળેલા મેથી ના દાણા ની પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ પેસ્ટ ને માથા પર લગાવતા પૂર્વે તમારે તમારા વાળ ને વ્યવસ્થિત રીતે વોશ કરી લેવા અને ભીના વાળ માં જ મેથી ની તૈયાર કરેલી પેસ્ટ વ્યવસ્થિત રીતે લગાવી લેવી.
મિત્રો વાળ ના મૂળિયા સુધી પહોંચે તેવી રીતે આ પેસ્ટ લગાવવી. તે લગાવ્યા બાદ એક કલાક સુધી તેમજ રાખી મૂકવું અને ત્યાર બાદ તમે રાબેતા મુજબ જે રીતે શેમ્પુ થી વાળ વોશ કરતાં હોવ તે રીતે વાળ વોશ કરી લેવા. પરંતુ, અહીં એક વિશેષ સલાહ આપવામાં આવે છે કે તમારે શેમ્પુ ક્યારેય ડાયરેક્ટ વાળ પર ન લગાવવું. શેમ્પુ ને પાણી માં ડાઈલ્યુટ કરીને ત્યાર બાદ તેના થી વાળ વોશ કરવા. આમ કરવાથી શેમ્પુ માં રહેલા કેમિકલ ની અસર ઘટી જશે અને તમારા વાળ પણ સ્વચ્છ થઈ જશે અને સાથે સાથે શેમ્પુ નો બગાડ પણ નહીં થાય.
મિત્રો મેથી અને નાળિયેર ના દૂધ નો પ્રયોગ,જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ સ્ટ્રોંગ બને અને વધુ પડતાં કાળા અને લાંબા થાય તો તેના માટે આ ઉપાય એકદમ લાભદાયી છે. જો તમારા માથા મા ટાલ પડવાનો પ્રારંભ થઈ ગયો હશે તો આ પ્રયોગ થી ટાલ પડતી અટકી જશે અને ધીમે ધીમે વાળ ની પણ વૃદ્ધિ થશે. તેના માટે તમારે રાત્રે સુતા પૂર્વે ત્રણ ચમચી મેથી ના દાણા પલળવા મુકી દેવા અને પરોઢે ઉઠીને આ દાણા ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લેવી.
મિત્રો હવે તે પેસ્ટ મા એક ચમચી લીંબુ નો રસ એડ કરવો અને સાથે જ ૧/૨ વાટકી નાળીયેર નું દૂધ એડ કરવું.. હવે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને એકરસ કરી લેવું. ત્યાર બાદ આ તૈયાર થયેલી પેસ્ટ ને વાળ ની પાંથીએ પાંથી એ લગાવી લેવી. હવે આ પેસ્ટ ને માથા પર અડધો થી એક કલાક સુધી લગાવી રાખવું. ત્યાર બાદ માથુ ધોઈ લેવું. જો તમે જલદી જ વાળ માં સુધારો જોવા માગતા હોવ તો વીક માં ૨-૩ વાર આ પ્રયોગ અવશ્ય અજમાવો.
મિત્રો જો તમને વાળ ખરવાની સમસ્યા ની સાથોસાથ વાળ મા ખોડો થવા ની સમસ્યા પણ ઉદ્ભવતી હોય તો આ પ્રયોગ થી તે કાયમી ધોરણે દૂર થઈ જશે. આ પ્રયોગ મા તમે મેથી ની ભાજી નો પણ ઉપયોગ કરી શકો છો અને જો તે ન હોય તો મેથી ના દાણા નો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે મેથી ના દાણા નો ઉપયોગ કરવા માગતા હોવ તો તેનો પાવડર બનાવી લેવો અને જો ભાજી નો ઉપયોગ કરવા માગતા હોવ તો તેના પર્ણો ને ઉકાળીને તેમાંથી મેથીના પાન તારવીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી.
મિત્રો હવે પાઉડર કે ભાજી ની પેસ્ટ ને તમારે દહીં માં મિક્સ કરી લેવી. હવે આ તૈયાર થેયલા પેસ્ટ ને વાળ ના મૂળિયા સુધી પહોંચે તેમ વ્યવસ્થિત રીતે લગાવી લેવી. હવે તેને અડધા થી પોણા કલાક સુધી તેમજ લગાવી રાખવું અને ત્યાર બાદ માઈલ્ડ શેમ્પુ થી વોશ કરી લેવા. આ પ્રયોગ અજમાવવા થી તમે ખોડા ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો તથા વાળ શાઇની બનશે, વાળ મા વૃદ્ધિ થશે, અને વાળ પણ ખરતા બંધ થઈ જશે.
મિત્રો મેથી નો વાળ માટે નો આ સૌથી શ્રેષ્ઠ પ્રયોગ છે આમાં તમારા હાથ નહીં બગડે. તેના માટે તમારે એક નાની તપેલી માં એક ગ્લાસ પાણી લઈ અને તેમાં બે ચમચી મેથી ના દાણા ઉમેરી તેને ઉકાળી લેવા. પાણી વ્યવસ્થિત રીતે ઉકળી જાય ત્યાર બાદ તેને ઠંડુ થવા માટે મૂકી દયો ત્યાર બાદ તે પાણી થી વાળ માં મસાજ કરવું. મસાજ કર્યા બાદ ૧૫-૨૦ મિનિટ તેમજ રહેવા દેવું અને ત્યાર બાદ વાળ ધોઈ લેવા આ પ્રયોગથી વાળ શાઈની તેમજ સ્ટ્રોંગ બનશે.
મિત્રો મેથી વાળ માટે અત્યંત ગુણકારી સાબિત થાય છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે આંબળા ફક્ત શરીર માટે જ નહીં પરંતુ, વાળ માટે પણ તેટલા જ લાભદાયી છે માટે જ આંબળા ના ઓઈલ નું માર્કેટ કરોડો રૂપિયા માં ફેલાયેલું છે. આંબળા માં ફોસ્ફરસ, આયર્ન, નિકોટિન, કેલ્શિયમ, પ્રોટીન, વીટામીન સી, કાર્બોહાઇડ્રેટ વગેરે પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં સમાવિષ્ટ હોય છે.
મિત્રો આ પ્રયોગ માટે તમારે સૌપ્રથમ મેથી ના દાણા ને ક્રશ કરીને તેનો પાઉડર બનાવી લેવો અને જો સુકા આંબળા ઘર માં હોય તો તેને પણ ક્રશ કરીને તેનો પાઉડર બનાવી લેવો અથવા તો માર્કેટ માં જો આંબળા નો શુદ્ધ પાવડર મળતો હોય તો તેનો પણ પ્રયોગ કરી શકો. આ સિવાય તમે આંબળા ના જ્યુસ નો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ તૈયાર થયેલા મિશ્રણ માં તમે કોઈપણ હેયર ઓઇલ એડ કરી દો.
મિત્રો આ માટે તમે સરસિયુ, ઓલિવ ઓઇલ, કોપરેલ તેલ ગમે તે ઓઈલ યુઝ કરી શકો છો. હવે આ તૈયાર થયેલા પેક ને વાળ ના મુળિયા સુધી પહોંચે તે રીતે ઘસીને લગાવો. ત્યાર બાદ તેને અડધી-પોણી કલાક સુધી તેમજ રાખી મુકો અને ત્યાર બાદ માઇલ્ડ શેમ્પુ થી હેર વોશ કરી લો. આ પ્રયોગ તમે વીક માં બે વખત અજમાવી શકો છો.મેથી અને કોપરેલ ઓઈલ તમારા વાળને એકદમ ચળકાટ ધરાવતા બનાવશે. જો તમારા વાળ હંમેશા ડલ તથા શુષ્ક રહેતા હોય તો તમારે આ પ્રયોગ અવશ્યપણે અપનાવવો જોઈએ.
મિત્રો મેથી અને કોપરેલ ઓઈલ ને એકત્રિત કરીને તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ શુષ્ક કે ડલ નહીં રહે પરંતુ, ચમકીલા બનશે. તેના માટે સૌ પ્રથમ તમારે મેથી ના દાણા નો ભુક્કો તૈયાર કરી લેવો. હવે આ ભુક્કા મા કોપરેલ ઓઈલ ને ઉમેરી દો અને ત્યાર બાદ તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.હવે આ તૈયાર થયેલા મેથીના ભુક્કા અને કોપરેલ ઓઈલ ની પેસ્ટ ને ખાસ કરીને વાળ ના તળિયા માં મસાજ કરો. આમ કરવાથી સીધું જ તમારા વાળ ના મૂળિયા ની અંદર પોષણ મળશે અને તમારા વાળ શાઈની, મજબૂત તથા સ્વસ્થ બનશે અને વાળ ખરવા ની સમસ્યા પણ દૂર થશે. મેથી ના આ પ્રયોગ થી તમે ઉંમર થી પૂર્વે થતાં ધોળા વાળ થી પણ રક્ષણ મેળવી શકો છો.
મિત્રો હાલ ના વર્તમાન સમય માં પરિવર્તિત થતી જીવનશૈલી કે પછી હવા માં આવેલા દૂષણ ના કારણે કિશોરાવસ્થામાં જ સફેદ વાળ થવાની સમસ્યા ઉદભવે છે.જો તમે કે તમારા કુટુંબ મા કોઈને પણ આ સમસ્યા સતાવી રહી હોય તો તેને દૂર કરવા માટે મેથી નો આ પ્રયોગ તમને સહાયરૂપ થશે.તેના માટે તમારે બે ચમચી મેથી ના દાણા અને એક મુઠ્ઠી મીઠા લીંમડા ના પર્ણો લેવા. ત્યાર બાદ રાત્રે સુતી વખતે મેથીના દાણા પલાળીને પરોઢે ઉઠીને તે દાણા ને મીઠા લીંમડાના પર્ણો સાથે ક્રશ કરી લેવા. જો આવશ્યક્તા જણાય તો તેમાં મેથી પલાળેલું પાણી વધ્યુ હોય તો તે ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેવી.
મિત્રો હવે તૈયાર થયેલી પેસ્ટને વાળના મુળિયા સુધી પહોંચે તે રીતે વ્યવસ્થિત લગાવી લેવી અને અડધી કલાક તેમ જ રાખ્યા બાદ તેને માઇલ્ડ શેમ્પુથી અથવા તો તમે જે રેગ્યુલર શેમ્પુ યુઝ કરતાં હોવ તેને પાણીમાં ડાઇલ્યુટ કરીને વોશ કરી લેવા. નિયમિત આ પ્રયોગ અજમાવવાથી તમે સફેદવાળની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. મેથીમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ સમાવિષ્ટ હોય છે અને આ પોટેશિયમના કારણે અકાળે થતાં સફેદ વાળથી રક્ષણ મેળવી શકાય છે.